ઉજમા કેસમાં પાક. અધિકારીઓએ ભારતીય ડિપ્લોમેટનો ફોન જપ્ત કર્યો

ઇસ્લામાબાદ : શુક્રવારે ઇસ્લામાબાદની કોર્ટે ઉજમા મુદ્દે સુનવણી દરમિયાન ઇન્ડિયન ડિપ્લોમેટનાં ફોનને જપ્ત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના તે સમયે બની હતી જ્યારે ભારતીય મહિલા ઉજમા અને એક પાકિસ્તાની વ્યક્તિનાં લગ્ન મુદ્દે કોર્ટમાં સુનવણી ચાલી રહી હતી.

મળતી માહિતી અનુસાર ઇસ્લામાબાદની એક કોર્ટે ઉજમા મુદ્દે સુનવણી દરમિયાન ડિપ્લોમેટ પોતાનાં મોબાઇલની સાથે કોર્ટ રૂમમાં દાખલ થયા હતા. ત્યાર બાદ પાકિસ્તાની અધિકારીઓએ તેનો મોબાઇલ જપ્ત કર્યો હતો. એટલું જ નહી આરોપ લગાવ્યો કે તે તે મોબાઇલથી કોર્ટમાં જજની તસ્વીર કેંચવાનો પ્રયાસો કરી રહ્યા હતા. જેની પરવાનગી કોર્ટમાં નથી.

આ મુદ્દે ભારતીય ઉચ્ચાયુક્તે આકરૂ વલણ દાખવતા ભારતીય ડિપ્લોમેટનો ફોન પરત આપવાની અપીલ કરી છે. ગત્ત ઘણા દિવસોથી ઉજમાનો કિસ્સો હાલ બંન્ને દેશો વચ્ચે વિવાદનો મુદ્દો બન્યો છે. જ્યારે બીજી તરફ આ મુદ્દાની ગંભીરતાને જોતા કોર્ટે આને અવગણના ગણાવતા ભારતીય ડિપ્લોમેટ ડૉ. પીયૂષ સિંહને લેખીતમાં માફી માંગવા માટે જણાવ્યું છે. ત્યાર બાદ સિંહે મૌખીક અને લેખીત માફી માંગી લીધી છે. સાથે જ કહ્યું કે ભુલથી તેમણે કોર્ટ રૂમમાં ફોનનો ઉપયોગ કર્યો.

You might also like