ભારતીય ડિઝાઇનર અનીતા ડોગરેએ તૈયાર કર્યો કેટ મિડલટનનો ડ્રેસ

મુંબઇઃ પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરેએ ડચેઝ ઓફ કેબ્રિજ કેટ મિડલટનના ડ્રેસ ડિઝાઇન કર્યા છે. મિડલટને ભારત પ્રવાસમાં પહેલા દિવસે જે પરિધાન પહેર્યા હતા, તે અનિતા ડોગરેએ ડિઝાઇન કર્યા છે.  બ્રિટિશ શાહી દંપતિ રાજકુમાર વિલિયમ અને કેટ પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યા છે. કેટે મુંબઇના ધ ઓવલ મેદાનમાં એક ચેરીટી કાર્યક્રમમાં જે લાંબુ પ્રિન્ટેડ ડ્યુનિક પહેર્યું હતું તે અનિતા ડોગરેએ ડિઝાઇન કરેલું છે. અનિતા કહે છે કે હું હેરાન છું. તેમની ટીમે મારો સંપર્ક કર્યો હતો.  પરંતુ મને ખબર નથી કે તેમણે મારા તૈયાર કરેલા વસ્ત્રોની પસંદગી કરી છે.

ફોટામાં મારા તૈયાર કરેલા વસ્ત્રો તેમણે પહેર્યા છે. તે જોઇને હું ખૂબ જ ગર્વ અનુભવુ છું. મુગલ પ્રિન્ટથી પ્રેરિત ટ્યુનિક અનિતાના નવીનતમ સ્પ્રિંગ-સમર કલેક્શન લવ નોટ્સનો એક ભાગ છે. જેને તેમણે હાલમાં જ લેક્મે ફેશન વિકમાં રજૂ કર્યા છે. તેમની ડિઝાઇનને એક નવા સ્તર પર પહોંચાડી છે. કેટ તે વસ્ત્રોમાં ખૂબ જ સુંદર લાગતા હતા. અનિતાએ વધુમાં જણાવ્યું હતું કે તે કેટના ખૂબ જ મોટા ફેન છે. ખાસ કરીને તેમના પહેરવેશનો અંદાજ ખૂબ જ હટકે છે. તેમના લૂકમાં પણ ઉપણ જોવા મળતી નથી.

You might also like