અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના શપથ સમારોહમાં ડાન્સ કરશે ઉત્તરાખંડની આ સુંદરી

વોશિંગટનઃ અમેરિકાના નવ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની શપથ વિધીમાં ઉત્તરાખંડની મનસ્વી મમગાઇ પોતાનું ડાન્સ પરફોર્મન્સ કરશે. મનસ્વી ટ્રંપના ઇલેક્શન કેમ્પેનમાં પણ જોડાયેલી હતી. મમગાઇ મૂળ ઉત્તરાખંડની રહેવાસી છે. તે 2010માં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે. શપથ ગ્રહણ દરમ્યાન યોજાવા જઇ રહેલા કાર્યક્રમમાં મનસ્વી પણ એક ડાન્સ ગ્રૂપનું નેતૃત્વ કરવાની છે.

મનસ્વીએ જણાવ્યું હતું કે તે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ જ અમેરિકા ચાલી ગઇ હતી. તે દરમ્યાન તેણે ટ્રંપના ચૂંટણી કેમ્પેનમાં પ્રચાર કર્યો હતો. ટ્રંપ એક સારી વ્યક્તિ અને એક સારા પ્રસંશક છે, તેવું મનસ્વીએ જણાવ્યું છે. શપથ સમારોહ પહેલાં મનસ્વી હિંદી સિનેમા પર આધારીત એક કાર્યક્રમ પર અડધો કલાક પરફોર્મ કરશે.

home

You might also like