આ છે એ ઈન્ડિયન ક્રિકેટર, જે લગ્ન પહેલા જ પિતા બની ગયો હતો!

શું તમે પણ ભારતીય ક્રિકેટરો અને તેમની લવ લાઈફ વિશે જાણવામાં રસ ધરાવો છો. ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેટલાય ક્રિકેટરો એવા છે જેમણે પોતાની ગર્લફ્રેન્ડને આગળ જતા પોતાની પત્ની બનાવી હોય. જો કે ભારતીય ટીમમાં એવા ક્રિકેટર પણ છે, જે લગ્ન કર્યા વગર જ પિતા બની ગયો હતો.

આ ખેલાડીનું નામ છે વિનોદ કાંબલી. વિનોદ કાંબલીની એક સમયે સચિન તેંડુલકર સાથે ગાઢ મિત્રતા હતી. જો કે આજે તેમના વચ્ચે વાતચીત બંધ છે. ઉલ્લેખનીય છે કે વિનોદ કાંબલી પોતાની પત્ની નએલા લૈવિસને ડિવોર્સ આપી ચૂક્યા હતો. બાદમાં તેનું અફેર ફેશન મૉડલ આંદ્રયા હૈવિટ સાથે શરૂ થયું હતું. આંદ્રેયાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. જો કે બાળકના જન્મ બાદ જ કાંબલીએ આંદ્રેયા સાથે લગ્ન કરી લીધા હતા.

વિનોદ કાંબલીના પુત્રનું નામ જીજસ ક્રિસ્ટીયાનો છે. 18 જાન્યુઆરી 1971માં મુંબઈમાં જન્મેલા વિનોદ કાંબલીએ 1991માં વન ડે અને 1993માં ટેસ્ટ ક્રિકેટથી ક્રિકેટમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. જો કે ઓક્ટોબર 2000 બાદ કાંબલીને ભારતીય ટીમમાં રખાયો ન હતો. 2009માં કાંબલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

You might also like