ભારતમાં ૨.૭૫ કરોડ કેસ પેન્ડિંગ, હાઈકોર્ટમાં જજનાં ૪૦ ટકા પદ ખાલી

નવી દિલ્હી: જજની વેકેન્સીને લઈને ઘણીવાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે અને નિયુક્તિની બાબતમાં સરકારના વલણ પર નારાજગી પણ વ્યક્ત થઈ છે. દેશભરની હાઈકોર્ટમાં ૫૦ ટકાથી વધુ જજનાં પદ ખાલી પડેલાં છે, જ્યારે હાઈકોર્ટમાં ૪૦ લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. દેશભરમાં નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટમાં પોણા ત્રણ કરોડ કેસ પેન્ડિંગ છે.

ડિપાર્ટમેન્ટ અોફ જસ્ટિસના અાંકડાઅો મુજબ ૨૪ હાઈકોર્ટમાં કુલ ૧૦૭૯ સેક્શન પોસ્ટ છે અને તેમાં ૪૬૪ પદ ખાલી છે. સૌથી વધુ વેકેન્સી અલ્હાબાદ હાઈકોર્ટમાં છે, તેમાં ૧૬૦ સેક્શન પદમાં ૪૩ પદ ખાલી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ૮૫ સેક્શન પદમાં ૩૯ પદ ખાલી છે.

દિલ્હી હાઈકોર્ટમાં ૬૦માંથી ૨૬ પદ ખાલી છે તો અલ્હાબાદ હાઈકોર્ટમાં ૧૦ લાખ કેસ પેન્ડિંગ છે. જો સુપ્રીમ હાઈકોર્ટના અાંકડાઅો પર નજર નાખીઅે તો કુલ સેક્શન ૩૧ પદમાં ત્રણ પદ ખાલી છે.  મુખ્ય અદાલતોમાં લગભગ ૬૧ હજાર કેસ પેન્ડિંગ છે. ઘણી નીચલી કોર્ટમાં પણ જજની વેકેન્સીની વાત કરવામાં અાવે તો કુલ ૨૪૯૫ સેક્શન પદમાં ૭૪ પદ ખાલી છે. નીચલી કોર્ટમાં લગભગ ૨.૨૦ લાખ કેસ પેન્ડિંગ છે. સૌથી વધુ કેસ યુપીની અદાલતોમાં પેન્ડિંગ છે, જેની સંખ્યા ૫૦ લાખ છે જ્યારે મહારાષ્ટ્રમાં ૨૯ લાખ કેસ પેન્ડિંગ છે.

You might also like