ફક્ત 500 રૂપિયામાં મળશે આ સ્માર્ટફોન!

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડીયા અને ડિજિટલ ઇન્ડીયાને સશક્ત બનાવવા માટે ઘણી કંપનીઓ આગળ આવી રહી છે. આ ક્રમમાં મોબાઇલ હેન્ડસેટ બનાવનાર કંપની રિંગિંગ બેલ્સ ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન લાવી રહી છે.

કેન્દ્રીય રક્ષા મંત્રી મનોહર પર્રિકરે બુધવારે આ ફોન ‘ફ્રીડમ 251’ લોન્ચ કરશે. હાલમાં આ ફોનની કોઇ આધિકારીક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કંપનીના અનુસાર આ ફોનની કીંમત 500 રૂપિયાની આસપાસ રહશે. આ ઉપરાંત અત્યારે આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે પણ કશું જણાવવામાં આવ્યું નથી.

કંપનીએ જણાવ્યું હતું હાલ આ ફોન માટે ઘણી વસ્તુઓ આયાત કરવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં કંપનીનો હેતુ ઘણા શાનદાર ફીચર્સ સાથે આ ફોનને સંપૂર્ણપણે ભારતમાં બનાવવાનો છે.

You might also like