ભારતીય મુળની કંપનીએ રેનસમવેરને ઓળખી કાઢ્યો

નવી દિલ્હી  : ગુગલ સાથે મળીને સાઇબર રિસર્ચ કરતી એક ભારતીય કંપનીએ રેન્સમવેર એટેક કરનાર ગ્રુપની ઓળખ કરી લીધી હોવાનો દાવો કર્યો છે. દાવા અનુસાર ભારત સહીત 150 દેશોને વત્તા ઓછા પ્રમાણમાં નુકસાન પહોંચાડનાર આ રેનસમવેર એટેક નોર્થ કોરિયાનાં એક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હૂમલાનો મહત્વનો ગણાતો કોડ નિલ મહેતાએ આ કોર્ડ જાહેર કર્યો હતો.

જે અત્યાર સુધીનો સૌથી મહત્વનો પુરાવો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ટ્વિટર પર જાહેર કરવામાં આવેલ આ કોડ મોટે ભાગે નોર્થ કોરિયન હેકર્સ દ્વારા જ ઉપયોગમાં લેવામાં આવતો હોવાનો પણ સંશોધકોનો દાવો છે. આ કોડ પૈકી કેટલાક કોડ શુક્રવાર થયેલા હૂમલામાં પણ વાપરવામાં આવ્યા હતા. આ કોડ વોનાક્રાય સોફ્ટવેરની મદદથી ઉપયોગમાં લેવાયા હતા. આ મોડેસ ઓપરેન્ડીસ નોર્થ કોરિયાના લાઝર્સ (Lazarus)ગ્રુપ દ્વારા ઉપયોગમાં લેવાય છે.

અત્રે નોંધનીય છે કે લાઝર્સ દ્વારા જ 2014માં આ જ પદ્ધતીથી સોનિ પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટને હેક કરવામાં આવી હતી. જ્યારે ગત્ત વર્ષે આ જ ગ્રુપે બાંગ્લાદેશ સેન્ટ્રલ બેંકનું સર્વર હેક કર્યું હતું. મેહતા દ્વારા કરાયેલા સંશોધનમાં લાઝર્સ ગ્રુપ દ્વારા હેકિંગ માટે બનાવાયેલા કેટલાક ટુલ અને હાલમાં જેના વડે હૂમલો થયો તે વોનાક્રાય સોફ્ટવેરમાં ઘણી સામાન્યતા જોવા મળી છે.

ઓરીજનલ વોન્નાક્રાય ચીનનાં ટાઇમઝોન યુટીસી +9 અનુસાર સેટ કરવામાં આવેલ હતું. જ્યારે તેમાં વપરાયેલ કોડિંગ કોઇ મશીન દ્વારા ભાષાંતર કરવામાં આવેલ અંગ્રેજીથી કરાયેલું હતું. જો કે તે કોડિંગની મુળ ભાષા સ્થાનિક રહેવાસી દ્વારા લખવામાં આવી હોવાનો દાવો કરાયો હતો.

You might also like