ભારતીય કંપનીઓ પારદર્શિતાના મામલે બેસ્ટ

મુંબઈ: કંપનીઓની પારદર્શિતાના મામલે કરવામાં આ‍વેલા સર્વેમાં ભારતીય કંપનીઓ ‘બેસ્ટ’ પુરાવર થઇ હતી, જ્યારે તેની સામે ચીનની કંપનીઓ ખરાબ જોવાઇ હતી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા દુનિયાના ૧૫ ઊભરતાં બજારના દેશોની ૧૦૦ કંપનીઓમાં સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ભારત સહિત ચીન, બ્રાઝિલ, મેક્સિકો અને રશિયા જેવા દેશોની કંપનીઓ સામેલ કરાઇ હતી.

સર્વેમાં ભારતની ૧૯ કંપનીઓને ૭૫ ટકાથી વધુ માર્ક્સ મળ્યા હતા, જ્યારે ચીનની ત્રણ કંપનીઓનું પારદર્શિતાના દૃષ્ટિકોણથી ખરાબ પર્ફોર્મન્સ જોવાયું હતું. ભારતની એરટેલ, ટાટા, વિપ્રો જેવી કંપનીઓ સર્વેમાં સામેલ હતી. એરટેલ ૧૦માંથી ૭.૩ માર્ક મેળવી પારદર્શિતાના મામલે ટોપ પર રહી હતી.

You might also like