એલર્ટ વચ્ચે કોસ્ટગાર્ડ દ્વારા શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપાઇ

પોરબંદર : ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ સંબંધો વણસેલા છે. સરહદી વિસ્તારોમાં એલર્ટ વચ્ચે સમુદ્ર પાવક નામના જહાજે અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાની બોટ ઝડપી પીડી હતી. બોટમાંથી 9 લોકો ઝડપાયા છે. તમામને પોરબંદર લઇ જવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડ, પોલીસ અને નેવી દ્વારા બોટ અને તેમાંથી ઝડપાયેલા લોકો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર 14 જાન્યુઆરી, 2016નાં ઉતરાયણનાં દિવસે જ ICG સમુદ્ર પાવક નામનું આ જહાજ કોસ્ટગાર્ડને સોંપવામાં આવ્યું હતું. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો વચ્ચે હાલ સમુદ્રી અનેજમીની સરહદ પર પરિસ્થિતી તંગ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલા તમામ સીમાડાઓ સીલ કરી દેવાયા છે.

જો કે દરિયામાં મળી આવેલી બોટ અને તેનાં ખલાસીઓ અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ બોટમાં બેઠેલા ખલાસીઓ આંતરરાષ્ટ્રીય જળસીમાથી ઘણા અંદર ઘુસી આવ્યા હતા. જેનાં કારણે કોસ્ટગાર્ડ દ્વારા બોટને અટકાવીને ઝડતી લેવામાં આવી હતી. જો કે બોટમાંથી કોઇ શંકાસ્પદ સામાન મળી આવ્યો નથી.

You might also like