10 પાસ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પડી Vacancy, 21,700 રૂપિયા મળશે Salary

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ‘નેવિક’ (ડોમેસ્ટિક બ્રાંચ)ની જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જો કે હજુ સુધી કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તે બહાર પાડવામાં આવ્યું નથી. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છુક હોય તે આ અંગેની જાણકારી જાણીને અરજી કરે.

કેટલી જગ્યા : કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તે સત્તાવાર જાહેર કરાયું નથી. વધુ જાણકારી માટે ભરતી સંબંધિત નોટિફિકેશન જરૂરથી જોઇ લે.

યોગ્યતા : આ પદ પર અરજી કરનાર ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ 50 ટકા સાથે પાસ હોવો જોઇએ.

ઉંમર : ઉમેદવાર 18થી 22 વર્ષની વયનો હોવો જોઇએ.

પગાર : 21,700 રૂપિયા પ્રતિ માસ

અરજી માટેની ફી :  કોઇ ફી રાખવામાં આવેલ નથી.

મહત્વપૂર્ણ તારીખ : ઉમેદવાર 15 ઓક્ટોબર બાદ અરજી કરી શકશે. અરજી કરવાની અંતિમ 29 ઓક્ટોબર, 2018

કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને શારિરીક સ્વાસ્થ્ય પરીક્ષણ (PFT)ના આધારે કરવામાં આવશે.

કેવી રીતે કરી શકશો અરજી : ઇચ્છુક ઉમેદવાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આધારિકારીક વેબસાઇટ www.joinindiancoastguard.gov.in પર જઇ અરજી કરી શકશો.

જોબ લોકેશન : ઓલ ઇન્ડિયા

You might also like