ભારતીય બાળકે આઈક્યૂ સ્પર્ધામાં ૧૬૨માંથી ૧૬૧ પોઈન્ટ મેળવ્યા

લંડન : રોહનના નામથી ઓળખાતા વેંકટ સત્યા રોહન ચિક્કમને કેટલ ૩ બી પેપર અને કલ્ચર ફેર સ્કેલની પરીક્ષા પાસ કરવા પર અને દેશના સર્વશ્રેષ્ઠ એક ટકા પ્રતિભાશાળી વ્યક્તિઓમાં સામેલ થયા બાદ આ ખાસ ક્લબના સભ્ય બનવાનો પ્રસ્તાવ મળ્યો હતો. રોહનના પિતા વિષ્ણુ ચિક્કમે જણાવ્યું કે પ્રાથમિક શિક્ષણથી જ રોહને ગણિત વિષય અને કોયડા ઉકેલવામાં રસ દાખવવાનું શરૂ કરી દીધું હતું. ગયા વર્ષે રોહને યુનાઈટેડ કિંગ્ડમ મેથેમેટિકલ ચેલેન્જમાં ગોલ્ડ સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યું હતું.

રોહનના પિતા આંધ્ર પ્રદેશના છે. તે બ્રિટનમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત છે. તેમનો પરિવાર છેલ્લાં આઠ વર્ષથી બ્રિટનમાં રહે છે. પરિવારને આશા છે કે રોહનની ટેકનોલોજીમાં વધતી જતી રુચિેને લીધે તે આ ક્ષેત્રમાં વધારે સિધ્ધિઓ હાંસલ કરશે. તેમણે કહ્યું કે રોહનને ગણિત અને ફિઝિક્સમાં વધુ રસ છે. તે ઘરે પોતાનો સમય ગિટાર વગાડવામાં, જર્મન ભાષા શિખવામાં અને મોબાઈલ એપ બનાવવામાં વીતાવે છે.

તાજેતરમાં જ તેણે તેનું પહેલું મોબાઈલ એપ્લિકેશન પોંગ રેટ્રોસ્કેપ બનાવ્યું હતું, જે એમેઝોન એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. મેનસા દુનિયાની સૌથી જૂની અને વિશાળ ઉચ્ચ આઈ ક્યૂ સંસ્થા છે. માન્યતા અને સ્વીકૃતિ પ્રાપ્ત આઈક્યૂ તપાસ પ્રક્રિયામાં સર્વશ્રેષ્ઠ બે ટકા પ્રતિભાશાળી વ્યક્તિઓ તેનું સભ્યપદ મેળવી શકે છે.

You might also like