દાઢીનો વીમો કરાવવા બાબતે વિરાટે કરી ટ્વીટ, જવાબ વાંચીને ચોંકી જશો

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ગ્રાઉન્ડની કે બહાર કે અંદર તે તેના કામના કારણે હંમેશા પ્રસિદ્ધિમાં રહે છે. છેલ્લાં 2-3 દિવસથી તે એક વિડિઓને લીધે ચર્ચામાં છવાઈ ગયો છે. એવી અટકળો સામે આવી છે કે વિરાટે તેની દાઢીનો વીમો કરાવ્યો છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

વીરાટના આ વિડીયો પછી, ભારતીય ઓપનર કે. એલ. રાહુલે કેપ્ટનની ટ્વિટ પર કોમન્ટ કરી હતી. રાહુલે કૅપ્શન આપ્યું, “મને ખબર છે કે તમે તમારી દાઢીથી ઓબ્સેસ્ડ છો, પરંતુ હવે તમારા દાઢીના વીમો સંબંધિત સમાચાર મારા સિદ્ધાંતને સાચા સાહિત કરી રહ્યા છે.”

વિરાટના રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ના સાથી ખેલાડીઓએ આ બાબતે સોશ્યિલ મીડિયા પર ટિપ્પણીઓ કરી છે અને કેટલાક લોકો આને એક પ્રમોશનલ સ્ટંટ તરીકે અનુસરી રહ્યા છે.

સ્પિનર યુઝવેન્દ્ર ચહલે લખ્યું, મેં સાંભળ્યું છે કે વિરાટની દાઢીને વીમો મળી ગયો છે. આ મહાન ક્રિકેટર અને તેની દાઢીની વાર્તા ચાલુ રહેશે. તેઓ હંમેશા તેમની દાઢીને લઈ અત્યંત સચેત રહે છે.

ફાસ્ટ બૉલર ઉમેશ યાદવે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે કેપ્ટન બંને ફિલ્ડની અંદર અને બહાર કુલ જોવા મળે છે. હું આ સમાચાર વિશે વધારે જાણવા આતુર છું.

આ મામલે પ્રથમ વખત કોહલીની કોમેન્ટ સામે આવી છે પરંતુ તેનાથી પરિસ્થિતિ હજુ સુધી સાફ થઈ નથી. કોહલીએ દાઢીના વીમા સંબંધિત ચર્ચાને મજેદાર ઓળખાવ્યું. કે. એલ. રાહુલ, યુઝવેન્દ્ર ચાહલ અને ઉમેશ યાદવને કહ્યું કે આ પોપકોર્ન ખાવાનો સમય છે.

IPL દરમિયાન ખભા પર ઇજાના કારણે કોહલી કાઉન્ટી ક્રિકેટમાં ભાગ લઈ શક્યો ન હતો. તેણે જૂન મહિનામાં કાઉન્ટી ક્રિકેટમાં સરેનું પ્રતિનિધિત્વ કરવાનો હતો પરંતુ તે આ દિવસોમાં રેસ્ટ કરી રહ્યો છે. તેમની ફિટનેસ ટેસ્ટ 15મી જૂને નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લોરમાં હશે. ભારતીય ટીમને 14 જૂનથી બેંગ્લોરમાં ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે.

You might also like