અમેરિકામાં વધુ એક ભારતીય મૂળના વ્યવસાયીની હત્યા

સાઉથ કેરોલિનાઃ અમેરિકામાં ભારતીય એન્જિનીયરની હત્યા બાદ હવે ભારતીય મૂળના એક વ્યાપારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતક કારોબારીનું નામ હરનીશ પટેલ છે. હુમલાખારોએ તેના ઘરમાં જઇને ગોળી મારી હતી. ઘટના સાઉથ કૈરોલિયાની છે. જ્યાં ભારતીય મૂળના કારોબારી હરનીશનું ઘર છે. મળતી માહિતી મુજબ ગુરૂવારે રાત્રે હરનીશ પટેલ લગભગ 11 વાગે દુકાનબંધ કરીને ઘરે જવા માટે નીકળ્યા હતા. પરંતુ 10 મિનિટ બાદ તેમની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

બે દિવસ પહેલાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે 32 વર્ષના ભારતીય એન્જિનીયર શ્રીનિવાસ કુચીભોટલાની હત્યા અંગે ટીકા કરી હતી. જોકે સ્થાનીક પોલીસને નથી લાગતું કે પટેલની હત્યા કોઇ વંશીય હુમલો હોય. જે સમયે પટેલ પર હુમલો થયો તે સમયે પટેલની પત્ની અને તેનું બાળક  ઘરમાં જ હતા. પોલીસે ઘટના વાળી જગ્યાએ ગોળીયોના બે ખોખા મળી આવ્યા છે.  જો કે પોલીસના ડોગસ્કોડ અહીં કાંઇ પણ શંકાસ્પદ શોધવામાં સફળ રહ્યાં ન હતા.

http://sambhaavnews.com/

You might also like