ભારતીય સેનાના જવાનોની સુરક્ષા માટે મોટો કરાર, 170 કરોડ રૂપિયા થશે ખર્ચ

નવી દિલ્હી: સેનાના ઈંફેટૃઈ જવાનોને આધુનિક બુલેટ પ્રૂફ વજનમાં હલકા હેલમેટ મળશે. આ મામલો બે દાયકાથી અટવાયેલો છે. રક્ષા મંત્રલાયના સૂત્રોના જણાવ્યા અનુસાર 1 લાખ 58 હજાર 279 લાઇટવેટ બેલિસ્ટિક હેલમેટની સપ્લાઇનો કરાર થયો છે.

આ હેલમેટો પર 170 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. મોંઘા હોવાના લીધે નાણાકીય સંકટ આ માર્ગમાં વિધ્ન ઉભું કરી શકે છે. એવામાં બધા સેનાના જવાનોને આ હેલ્મેટ ઉપલબ્ધ કરાવવા આસાન નથી. સરકાર પર દબાણ છે કે તે બજેટની વ્યવસ્થા કરે.

આ પહેલાં 140 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ઇમરજન્સી લેવલ પર 50 હજાર નવા બુલેટ પ્રૂફ જેકેટ્સ બનાવવા માટે ટાટા એડવાન્સ મેટેરિયલ્સ લિમિટેડને આપવામાં આવ્યો છે, પરંતુ આ કામ એક દાયકાથી વિલંબમાં પડ્યું છે.

– 14162 ઓફિસરો અને 11.6 લાખ જવાનોની સાથે દુનિયાની બીજી મોટી આર્મી.
– 3 લાખ બુલેટ પ્રૂફ જેકેટ જોઇએ.
– 4.8 લાખ ઇંફ્રૈટી જવાન (તેમાં 382 બટાલિયન અને 63 રાષ્ટ્રીય રાઇફલ યૂનિટ)

You might also like