ઉત્તર સિક્કિમમાં હિમપ્રપાતઃ ફસાયેલાં ૧૫૦ પર્યટકોને સેનાએ કાઢ્યાં બહાર

નવી દિલ્હીઃ ઠંડીનો કહેર ઉત્તર રાજ્યની સાથે-સાથે હિમાલયની તળેટીમાં વસેલા સિ‌ક્કિમ પર પણ વર્તાયો છે. રાજ્યમાં ઉત્તર વિસ્તારમાં ભીષણ ગોળીબાર ચાલું છે. આ કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યનાં ઘણા ભાગમાં તાપમાન શૂન્ય કરતાં નીચે ચાલી રહ્યું છે. ગઈ કાલે અહીં અચાનક બે કલાક ખૂબ જ બરફવર્ષા થઈ.

બરફ વર્ષાનાં કારણે સેંકડો પર્યટકો પણ પહાડી સ્થાનો પર અટવાઈ ગયાં ત્યાર બાદ ભારતીય સેનાઓએ ઓપરેશન ચલાવતાં અહીં ફસાયેલાં ૧૫૦થી વધુ પર્યટકોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં. સમાચાર મુજબ ઉત્તર સિ‌ક્કિમનાં લાચુંગ વેલીમાં બે કલાક બરફવર્ષા થઈ. લાચુંગ વેલી એક મહત્વનું પર્યટન સ્થળ છે. અહીં જોરદાર બરફવર્ષાનાં કારણે પર્યટકો દુર્ગમ સ્થાનો પર ફસાઈ ગયાં હતાં.

ત્યાર બાદ સેનાએ ક્વિક રિએકશન ટીમ તૈયાર કરીને બચાવકાર્ય શરૂ કર્યું હતું. સેનાએ પર્યટકોનાં વાહનોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતાં અને તેમને આવશ્યક મેડિકલ સુવિધાઓ પણ આપી હતી, તેમાં મહિલા પર્યટકનો હાથ તૂટી ગયો અને ઘણા યાત્રીઓને શ્વાસ લેવામાં પરેશાની સર્જાઈ હતી. આ ક્ષેત્રમાં તાપમાન શૂન્ય કરતાં ૧૦ ડિગ્રી નીચે ચાલી ગયું હતું. સેના આ યાત્રીઓને ખાવા પીવાનું અને મેડિકલ સુવિધાઓ આપી રહી છે.

You might also like