વાની અને સબ્જાર બાદ 12 આતંકી આર્મીના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં

નવી દિલ્હીઃ લાંબા સમયથી કાશ્મીર ઘાટીમાં આતંકને નાબુત કરવામાં જોડાયેલી ભારતીય સેનાએ બુરહાન વાની અને સબ્જારને મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે તેમનો આગામી ટારગેટ અન્ય 12 મોસ્ટ વોન્ટેડ આતંકીઓ છે. સેનાએ આ 12 આતંકીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. ઘાટીમાં આતંકની ઘટનાને અંજામ આપવામાં આ 12 આતંકીઓનો ફાળો મહત્વનો છે. આ તમામ જમ્મુ અને કશ્મીરમાં દહેશત ફેલાવનારા આતંકી સંગઠન લશ્કર એ તૈયબા અને હિજબુલ મુજાહિદીન સાથે જોડાયેલા છે. જેમાં મોસ્ટ વોન્ટેડ લશ્કર કમાન્ડર અબુ દુજાના અને બશીર વાની પણ શામેલ છે.

આ પહેલાં હિજબુલ મુજાહિદીનના કમાન્ડર બુરહાન વાની અને સબ્જાર  ભટ્ટની મોત બાદ હિજબુલ ભારત વિરૂદ્ધ નવા આતંકીઓને તૈયાર કરી રહ્યાં છે. હિજબુલે એક ફોટો બહાર પાડ્યો છે. જેમાં 27 આતંકી જોવા મળી રહ્યાં છે. ગત 27 મેના રોજ સેનાએ હિજબુલ કમાન્ડર સબ્જાર ભટ્ટને એન્કાઉન્ટરમાં મારી નાખ્યો છે. સબ્જારની મોત બાદ ઘાટીમાં હિંસાનો માહોલ સર્જાયો હતો. શ્રીનગરની પોલિટેક્નિક કોલેજ અને અમર સિંહ કોલેજ સહિત અલગ અલગ જગ્યાએ પ્રદર્શન, નારેબાજી અને પત્થરબાજી કરવામાં આવી હતી.

http://sambhaavnews.com/

You might also like