ભારતીય સેના આઈએસઆઈએસ સામે તૈયાર

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કચ્છના ઘોરડોમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય સ્તરની ડીજી કોન્ફરન્સ ચાલી રહી છે. આ કોન્ફરન્સના બીજા દિવસે કુપ્રસિધ્ધ આતંકવાદીઓનું જૂથ આઈએસઆઈએસનો મુદ્દો પણ ચર્ર્ચાયો હતો. જેમાં ભારતીય સેના આઈએસઆઈએસ સામે પૂર્ણ રીતે સજ્જ હોવાની માહિતી કોન્ફરન્સને અપાઈ હતી.

કચ્છમાં જ ૧૯૬૫માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના પ્લેનને પાકિસ્તાને દેશના હદ વિસ્તારમાં આવીને ફૂંકી માર્યું હતું. આ હુમલામાં ગુજરાતે સનિષ્ઠ મુખ્યમંત્રીને અચાનક ગુમાવી દીધા હતા. આવા પાકિસ્તાન સાથે જમીન તેમજ દરિયા માર્ગે રાષ્ટ્રીય સ્તરની ભરતી ડીજી સ્તરની કોન્ફરન્સ યોજીને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી એક વખત નાપાક પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે.

આજની ડીજી કોન્ફરન્સના બીજા દિવસે આઈએસઆઈએસ તેમજ પાકિસ્તાન પ્રેરિક આતંકવાદ અને પંજાબ તેમજ જમ્મુના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની સેના દ્વારા છાશવારે કરાતી સીઝ ફાયર ઉલ્લંઘનની ઘટનાનો મુદ્દો પણ ગંભીરતાથી ચર્ચાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે યોગ કર્યું હતું. તેમણે ડીજીઓ સાથે ફોટા પાયા હતા. તેમ ઊંટ ગાડી પર સવાર થઈને સૂર્યાસ્ત સમયના સફેદ રણનો નજારો માળ્યો હતો.

કેન્દ્ર સરકારે પોલીસકર્મીઓના મનોબળ વધારવા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડીજીને સન્માનિત કરવાનો પણ નિર્ણય લીધો હતો. જ્યારે રાષ્ટ્રભરથી આવેલા ડીજીઓએ પ્રથમ વખત કચ્છના સફેદ રણની રમણિયતાને માણી હતી તેમજ ડીજી પરિવારના સભ્યોએ ઐતિહાસિક શહેર ભૂજ તેમજ ઊનની હાથવણાટની વસ્તુઓ માટે દેશભરમાં પ્રસિદ્ધ ભુજવાડીની મુલાકાતનો આનંદ લીધો હતો. આવતીકાલે ડીજી કોન્ફરન્સનો ત્રીજો અને છેલ્લો દિવસ છે આ કોન્ફરન્સનું સમાપન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે.

You might also like