પાક. બોર્ડર પર ભારતની સૌથી મોટી લશ્કરી કવાયતઃ પ૦,૦૦૦ જવાન સામેલ

જોધપુર: રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની સરહદ પર ઇન્ડિયન આર્મી અત્યાર સુધીની સૌથી મોટી કવાયત કરવા જઇ રહી છે. જેસલમેર અને બાડમેરના ૪૦૦ સ્કવેર કિ.મી.ના વિસ્તારમાં થઇ રહેલ એકર્સસાઇઝમાં પહેલીવાર પ૦,૦૦૦થી વધુ આર્મી જોડાયા છે. તેમાં કેટલાક અધિકારીઓ પણ સામેલ છે. આ ડ્રીલને બાજ ગતિ નામ અપાયું છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં કોઇ પણ એકર્સસાઇઝમાં ૩૦,૦૦૦થી વધુ સૈનિકોએ ભાગ લીધો નથી. પાકિસ્તાન અને ચીન ર૦૧૧થી અત્યાર સુધી ચાર વર્ષમાં ચાર વખત મોટી કવાયત કરી ચૂકયા છે. આ તમામ એકર્સસાઇઝ ચીન કે પાકિસ્તાન સાથે જોડાયેલી બોર્ડર પર થઇ છે.

પાક ચીનની વચ્ચે પાકિસ્તાનના પંજાબમાં ર૦૧૪માં થયેલી પીસ એન્જલ કવાયતમાં લગભગ ૪૦,૦૦૦ સૈનિકોએ ભાગ લીધો હતો. ત્યાર બાદ ભારતે પણ પાક. બોર્ડરની પાસે આ એકર્સસાઇઝ પ્લાન તૈયાર કર્યો. ભારતની તૈયારીઓથી ડરેલા પાકિસ્તાને પ્રોટોકોલ હેઠળ અપાયેલી ઇન્ફર્મેશનથી પણ આગળ જઇને ભારત પાસે થોડા દિવસ અગાઉ વિગતો માગી હતી.

આ કવાયતમાં શું છે ખાસ?
• પહેલી વાર આવી કવાયતમાં પ૦,૦૦૦થી વધુ સૈનિકો જેસલમેર અને બાડમેરમાં ભેગા થયા છે.
• પહેલી વાર કોઇ કવાયતમાં આર્મી જમીનથી જમીન પર વાર કરનાર બ્રહ્મોસ મિસાઇલની પણ ટ્રાયલ કરી રહી છે.
• કવાયતમાં ભોપાલ સ્થિત ર૧ સ્ટ્રાઇક કોર અને જોધપુરની ૧ર કોરના સૈનિક સામેલ છે.
• એકર્સસાઇઝ ગુપચુપ રીતે ૧૬ સપ્ટેમ્બરે શરૂ થઇ હતી. તે ડિસેમ્બર સુધી ચાલશે.
• ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં આર્મીનું મોટું પ્રદર્શન થશે. તેમાં આર્મી ચીફ જનરલ દરબીરસિંહ સુહાગના આવવાની સંભાવના છે.
• આ ડ્રીલમાં ભોપાલની સુદર્શન ચક્ર કોર દુશ્મનના ઘરમાં ઘૂસીને તેનેે હરાવવાની પ્રેક્ટિસ કરી રહી છે.
• જોધપુર ડેઝર્ટના જવાનો સુરક્ષા તૈયારીઓની ચકાસણી કરી રહ્યા છે.
• આર્મીના સેટેલાઇટ, રિયલ ટાઇમ ઇન્ટેલિજન્સી, ગ્રાઉન્ડ સેન્સર, રડાર અને ફોનનો ઉપયોગ કરીને દુશ્મનોનાં ડમી ઠેકાણાં પર હુમલો કરાઇ રહ્યો છે.

You might also like