ભારતનો વળતો હૂમલો : 2 પાકિસ્તાની ચોકીઓ ધ્વસ્ત કરી

પુંછ : પુંછના કૃષ્ણા ખીણમાં ભારતીય જવાનોનાં શબો સાથે થયેલી ક્રુરતાનો ભારતે વળતો જવાબ આપતા પાકિસ્તાન સેનાની બે પોસ્ટને ધ્વસ્ત કરી દીધી છે. સેનાએ એલઓસીથી મોર્ટાર અને નાના હથિયારોવડે દુશ્મનોને મુંહતોડ જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી થયેલા હૂમલામાં આજે ભારતનાં બે જવાનો શહીદ થયા હતા. આ હૂમલા બાદ પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમે જવાનોનાં શવ સાથે ક્રુરતા આચરી હતી. બેટ (બોર્ડર એક્શન ટીમ)ની એક ટીમ એલઓસીથી 250 મીટર અંદર સુધી ઘુસીને આ કાયરતાપુર્ણ કૃત્ય આચર્યું હતું. બેટની ટીમે છુપાઇ હૂમલો કર્યો અને ભાગી ગઇ હતી.

You might also like