હવે દહેરાદૂનના જવાને વ્યક્ત કરી વ્યથા, સિનિયર કરાવે છે જૂત્તા સાફ

નવી દિલ્હીઃ BSF અને CRPFના જવાનોના વીડિયો વાયરલ થયા બાદ વધુ એક જવાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે સિનિયર અધિકારીઓ પર દૂરવ્યવહારનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે સેનામાં જવાનોને પડી રહેલી સમસ્યા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવા પર તેને હેરાન કરવામાં આવ્યો છે. જવાનનો વીડિયો સામે આવતા જ સેના આ મામલે સક્રિય બની ગઇ છે.

આ વીડિયોમાં દહેરાદૂન સ્થિત 42 ઇન્ફ્રેટ્રી બ્રિગેડમાં તૈનાત લાંસ નાયક યજ્ઞ પ્રતાપ સિંહે કહ્યું છે કે તેણે ગત વર્ષે જૂન મહિનામાં પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, રક્ષામંત્રી અને સુપ્રીમ કોર્ટને પત્ર લખીને સેનાના જવાની સમસ્યા અંગે જણાવ્યું હતું. ત્યાર બાદ પીએમઓ દ્વારા તેમની બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી કે યજ્ઞ પ્રતાપ સિંહની સમસ્યાઓ અંગે ધ્યાન આપવામાં આવે. પરંતુ સિંહે આરોપ લગાવ્યો છે કે સમસ્યાઓ જાણવાની જગ્યાએ સિનિયર્સે તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું છે. લાંસ નાયક યજ્ઞ પ્રતાપ સિંહ વિરૂદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તેમનું કોર્ટ માર્શલ પણ કરવામાં આવશે.

તેમણે પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં લખ્યું હતું કે સહાયક તરીકે રાખવામાં આવતા જવાનો પાસે અધિકારીઓના જૂત્તા પોલીસ ન કરાવવા જોઇએ. આ મામલે પીએમઓ બ્રિગેડે  તપાસ કરવા જણાવ્યું હતું. તેણે કહ્યું છે કે જો કે મેં આત્મહત્યા કે અન્ય પગલાં નથી લીધા. જેનાથી સેનાની પ્રતિષ્ઠાને ઠેસ ન પહોંચે. પરંતુ મારો શું વાંક છે તે મન જણાવો.

home

 

You might also like