ઉરીમાં પાક.નો હુમલોઃ ભારતે બે પાક. સૈનિકને ઢાળી દીધા

728_90

શ્રીનગર: પાકિસ્તાનની બોર્ડર એકશન ટીમે (બેટ) કાશ્મીરના ઉરી સેક્ટરમાં વાસ્તવિક અંકુશ રેખા (એલઓસી) નજીક ભારતીય સેના પર ફરી હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ પણ તેનો સજ્જડ જવાબ આપીને પાકિસ્તાનના બે સૈનિકને ઢાળી દીધા હતા.

શ્રીનગરમાં સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે આર્મીનાં સ્પેશિયલ દળે એલઓસી પર પાકિસ્તાની દળને નિશાન બનાવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ભારતીય સેના પાકિસ્તાની બોર્ડર એકશન ટીમના હુમલાઓને નાકામિયાબ બનાવી ચૂકી છે. ગઈ કાલે પણ ભારતીય સેનાએ પાકિસ્તાની બોર્ડર એકશન ટીમના બે હુમલાખોર સૈનિકને ઢાળી દીધા હતા.

સંરક્ષણ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રણ વાહનના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં બે પાકિસ્તાની સૈનિકનાં મોત થયાં હતાં અને ચાર ઘાયલ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સેનાના આ અભિયાનના કારણે શ્રીનગર-મુઝફ્ફરાબાદ બસ સેવા પણ રદ કરવામાં આવી હતી. સંરક્ષણ સૂત્રનું કહેવું છે કે ભારતીય સેનાના કમાન્ડોએ પીઓકેમાં ચકોતી-મુઝફ્ફરાબાદ સડક પર નજર રાખવા માટે એલઓસી પર ખાસ સ્થળોએ તહેનાત હોય છે.
http://sambhaavnews.com/

You might also like
728_90