ડોકલામમાં ભારતીય સેન્ય ન લડાઇ,ન શાંતિની દશામાં : ડોભાલે શેર કર્યો વીડિયો

નવીદિલ્હી : ભારતીય સેના ડોકલામમાં ન લડાઇ ન શાંતિની પરિસ્થઇતી છે અને આ વિસ્તારમાં યથાસ્થિતી જળવાઇ રહેલી છે. અધિકારીક સુત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં સૈનિકો અથવા હથિયારોની કોઇ ખાસ આવનજાવન નથી થઇ રહ્યું. જે પણ આવન જાવન થઇ રહ્યું છે માત્ર હથિયારોની જાળવણી કરવા માટેનું છે.

જ્યારે તેમને સુકનાનાં 33મી કોરથી સૈનિકો મોકલવાનાં સમાચારો અંગે ખાસ રીતે પુછવામાં આવ્યું તો તેમણે ભારત – ભૂટાન – ચીન સીમા પર સૈન્ય કર્મચારીઓની સંખ્યામાં કોઇ પણ વધારો નથી કરવામાં આવ્યો. સુત્રોએ કહ્યું કે ડોકલામમાં ન લડાઇ અને ન શાંતિની દશામાં છીએ. સૈન્ય બોલચાલમાં ન લડાઇ, ન શાંતિનું તાત્પર્ય શત્રુઓની સાથે ટક્કર અથવા સામ સામે થાય છે.

ભારત અને ચીન સિક્કિમ સેક્ટરનાં ડોકલામ વિસ્તારમાં ગત્ત 50 દિવસોથી એખ બીજાની સામ સામે છે. તેની પહેલા ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને આ વિસ્તારમાં માર્ગ બનાવતા અટકાવી દેવામાં આવ્યા હતા. ચીને દાવો કર્યો કે તે પોતાનાં વિસ્તારમાં રોડ બનાવી રહ્યું છે અને તે વિવાદાસ્પદ ડોકલામ પઠારેથી ભારતીય સૈનિકોને પાછા મોકલવાની માંગ કરી રહ્યા છે.

You might also like