ભારતીય આર્મીએ પાક.ને આપ્યો જડબાતોડ જવાબ, પાક.ના 20 સૈનિકો મોતને હવાલે

છેલ્લા કેટલાય સમયથી પાકિસ્તાન દ્વારા સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, અને તેમાં ભારતના જવાનો શહિદ થયા છે. જો કે હવે ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘનનો કરવા બદલ જબરદસ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ પાકિસ્તાનની સેનાને આપ્યો છે.

જાન્યુઆરીથી અત્યાર સુધી ભારતીય આર્મી દ્વારા કરાયેલી કાર્યવાહીમાં 20 પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા છે. ભારતીય સૈન્યના કમાન્ડરોને રક્ષા મંત્રાલય તરફથી મંજૂરી આપતા આર્મીએ આ કાર્યવાહી હાથ ધરી છે.

ભારતીય સેનાની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનાએ LOC પર રેડ એલર્ટ જાહેર કર્યુ છે. ગયા વર્ષે પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંધનના જવાબી કાર્યવાહી દરમ્યાન 138 સૈનિકોના મૃત્યુ થયા હતાં 156 લોકો ઘાયલ થયા હતાં. બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ અને ઉતર પીર પંજાબને પેલે પાર ભારતમાં ઘુસવા માટે લગભગ 400 આતંકીઓ હાજર છે.

You might also like