ભારતીય જવાનોને ચીનની મોબાઇલ Apps ઉપયોગ કરવા પર પ્રતિબંધ

ન્યૂ દિલ્હીઃ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચીન સરહદ પાસે લાગેલ લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC)ની આસપાસ હાજર ભારતીય સેનાનાં જવાનોને કહ્યું કે,”તેઓ હવે પોતાનાં મોબાઇલમાંથી કેટલીક એવી એપ્સ જેવી કે વીચેટ, ટ્રૂકોલર, વીબો, યૂસી બ્રાઉઝર અને યૂસી ન્યૂઝ જેવી વગેરે એપ્સને ડિલેટ કરી નાખે અને પોતાનાં મોબાઇલને ફોર્મેટ કરી દે. આનાંથી તેઓ બોર્ડર પાર થનાર ઓનલાઇન જાસૂસીથી બચી શકશે.

અધિકારીઓએ જણાવ્યું કે ઓફિસર અને અન્ય રેન્કવાળા સૈનિકોને એડ્વાઇઝરી રજૂ કરીને જણાવવામાં આવ્યું છે કે ચીન અને પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સિઓ કે જે એવાં મોબાઇલ એપ્સનો ઉપયોગ કરીને સ્માર્ટફોનને હેક કરે છે અને એમનાં પાસેથી ડેટા ચોરી લે છે.

તમને જણાવી દઇએ કે લદ્દાખથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી કુલ 4057 કિ.મીનાં અંતરમાં સીઆરપીએફ, આર્મી અને આઇટીબીપીનાં જવાનો હાજર રહેતાં હોય છે. સમય-સમય પર સેના સાઇબર સિક્યુરીટી જાળવી રાખવા માટે આવી સૂચનાઓ રજૂ કરે છે કે જેનાંથી સુરક્ષા સચવાઇ રહે.

એક અધિકારીએ જણાવ્યું કે,”સૈનિકો પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેઓ પોતાનાં પર્સનલ અને ઓફિશીયલ મોબાઇલ અને કોમ્પ્યૂટર્સ સુરક્ષિત રાખે. આ પ્રકારની સલાહ અને સૂચના સમય-સમય પર જાહેર કરવામાં આવતી હોય છે.”

You might also like