તસવીરો: ઇન્ડીયન આર્મીએ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

અમદાવાદ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષથી ૨૧ જુનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટેની જાહેરાત કરી છે ત્યારે દેશભરમાં આજે લોકો યોગ દિવસ ઉજવ્યો હતો. તેમા પણ ખાસ કરીને આ યોગ દિવસમાં ગુજરાતભરની પોલીસ જોડાઈ છે તો હવે ભારતીય સૈન્ય પણ તેમાંથી બાકાત નથી. સૈન્યના જવાનો પણ યોગ દિવસમાં જોડાયા હતા.

આજે ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડીવીઝન દ્વારા તૈયારીઓના ભાગ રૂપે બે હજારથી વધુ જવાનો એ યોગ કર્યા હતા. જેમાં વાયુસેના, નૌ સેના અને લશ્કરી દળના અધિકારીઓ સહિત સંખ્યાબંધ જવાનોએ યોગા કર્યા હતા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે બે હજારથી વધુ જવાનો આ યોગ સેસન્સમાં જોડાઈ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

આ અંગે કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે આમ તો લશ્કરી દળની ટ્રેનિંગમાં જ યોગાનો એક ભાગ અને લેકચર હોય છે. તેમછતાં માનસિક અને શારીરિક સંતુલન માટે યોગ સેસન્સ એટલુ જ જરૂરી હોવાથી સૈન્યમાં યોગને જોડવામાં આવ્યું છે.

You might also like