VIDEO: નૌશેરામાં ભારતીય સેનાએ નાશ કર્યો પાકિસ્તાની સેનાના બંકર

નવી દિલ્હી: ભારતીય સેના કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂંસણખોરી વિરુદ્ધ ખૂબ જ કડક કાર્યવાહી કરતાં નૌશેરા વિસ્તારમાં પાકિસ્તાની સેનાના બંકરનો નાશ કરી દીધો છે. સેનાએ પાકિસ્તાની બંકરોની તબાહીનો વીડિયો પણ બનાવ્યો છે.

ભારતીય સેનાના મેજર જનરલ અશોક નરુલાએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે આતંકીઓની ઘૂંસણખોરીને રોકવા માટે સીમા પર ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવી છે, નરુલાએ કહ્યું, ‘પાકિસ્તાની સેના પોતાની ચોકીઓ અને બંકરોની મદદથી આતંકીઓની મદદ કરતું રહ્યું છે. ભારતે નૌશેરામાં જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાનના પોસ્ટનો નાશ કરી દીધો છે.’

એમણે કહ્યું કે પાકિસ્તાનીની આ ગોળીબારથી ભારતના ગામડાઓને પણ ભારે મુકસાન પહોંચે છે. નરુલાએ જણાવ્યું કે સેનાએ પાકિસ્તાનના બંકરના નાશનો પૂરો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો 30 સેકન્ડનો છે.


નરુલાએ કહ્યું પડોશી દેશ સીમા પર ઘૂંસણખોરી રોકે, એમણે કહ્યું, ‘અમે હાલમાં નૌશેરામાં જં કાર્યવાહી કરી છે એ ઘૂંસણખોરી વિરુદ્ધ જ હતી. આ કાર્યવાહી અમારી આતંકવાદ વિરોધી અભિયાનનો એક ભાગ છે.’ એમણે કહ્યું, ‘ અમે કાશ્મીરમાં અમન અને શાંતિ ઇચ્છીએ છીએ. અમે એના માટે સીમા પર ઘૂંસણખોરીને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે આતંકવાદીઓની સંખ્યા ઓછામાં ઓછી હોય અને રાજ્યના યુવા ખોટા રસ્તા પર ના જાય. અમે આતંકવાદીઓને રોકવા માટે સીમા પર આ પ્રકારની કાર્યવાહી કરતાં રહીએ છીએ.’

http://sambhaavnews.com/

You might also like