એરફોર્સે કર્યું બ્રહ્મોસનાં એડવાન્સ વર્ઝનનું સફળ પરિક્ષણ

નવી દિલ્હી : ભારતીય એરફોર્સે શુક્રવારે બ્રહ્મોસ મિસાઇલનાં એડવાન્સ વર્જનનું સફળ પરિક્ષણ કર્યું હતું. મિસાઇલનું પરિક્ષણ જેસલમેરનાં પોખરણ રેન્જમાં કરવામાં આવ્યું. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની દુનિયામાં આ સૌથી બેસ્ટ છે. આ મિસાઇલ દુનિયાની સૌથી ઝડપી એન્ટી શિપ મિસાઇલ છે. તેને ભારત અને રશિયાએ સંયુક્ત રીતે તૈયાર કરી છે. આ મિસાઇલને સબમરીન, જહાજ, હવાઇ જહાજ અથવા જમીન પરથી પણ સરળતાપુર્વક લોન્ચ કરી શકાય છે.

બ્રહ્મોસનાં સફળ પરિક્ષણ અંગે બ્રહ્મોસ એરોસ્પેસનાં સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર સુધીર મિશ્રાએ કહ્યું કે હું ભારતીય એરફોર્સને આ મિશનની સળફતાની શુભકામનાઓ પાઠવું છું. બ્રહ્મોસે ફરીથી સાબિત કરી દીધું છે કે તે સૌથી સારી સુપરસોનિક મિસાઇલ છે. બ્રહ્મોસની તોલે આવે તેવી કોઇ મિસાઇલ હાલ વિશ્વમાં નથી. તેનાં જેટલી મારક ક્ષમતા અને સટીક નિશાન કોઇ પણ સપાટી પરથી છોડવાની ક્ષમતા અન્ય કોઇ મિસાઇલમાં જોવા મળી શકે નહી.

DRDOનાં પ્રમુખ ડૉ. એસ. ક્રિસ્ટોફરે પણ ભારતીય એરફોર્સની સાથે સાથે બ્રહ્મોસ મિસાઇલને બનાવનારી ટીમ અને DRDOનાં વૈજ્ઞાનિકોને શુભકામનાઓ પાઠવી હતી. મિસાઇલનાં એડવાન્સ વર્જનથી ભારતીય સેનાની ત્રણેય પાંખો મજબુત થશે. એરફોર્સ ખાસ કરીને કે જે ઘણું પછાત હોવાનાં અહેવાલો મીડિયામાં આવી રહ્યા હતા. પરંતુ આ મિસાઇલ મળ્યા બાદ એરફોર્સ ફરીથી સશક્ત બનશે. ઉપરાંત ભારતીય નેવી અને સૈન્ય બંન્ને પણ વધારે મજબુત બનશે.

You might also like