એરફોર્સનું વિમાન AN-32 થયું ગુમ, પ્લેન સવાર હતા 29 લોકો

નવી દિલ્હી: પોર્ટ બ્લેયર ચેન્નઇથી માટે રવાના થયેલું એરફોર્સનું એક વિમાન લાપતા થઇ ગયું છે. સવારે 9 વાગ્યાથી ગુમ આ વિમાનમાં 29 લોકો સવાર હતા. એરફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

વિમાનનો છેલ્લે સંપર્ક સવારે 8:46નો છે. જ્યારે રડાર પર તેનું અંતિમ લોકેશન 9:00 વાગ્યાનું છે. આ આર્મ્ડ ફોર્સેજ માટે વીકલી ફ્લાઇટ છે.

સમુદ્ર પ્રહરી સાથે જ ડોર્નિયર વિમાન પણ બંગાળની ખાડીમાં વિમાનની શોધમાં જોડાઇ ગયા છે. આ સાથે જ કોસ્ટ ગાર્ડના તપાસકર્તા વિમાનો પણ સર્ચ ઓપરેશનમાં જોડાઇ ગયા છે.

વાયુસેના પ્રમુખ અરૂણ રાહા વિમાનના ગુમ થવાની જાણકારી રક્ષા મંત્રી મનોહર પર્રિકરને આપી છે. સર્ચ ઓપરેશનમાં નૌસેનાના ચાર વિમાનો પણ લગાવવમાં આવ્યા છે. ગુમ વિમાનને છેલ્લી વાર પોર્ટ બ્લેયરથી 129 નોટિકલ મીલ પર લોકેટ કરવામાં આવ્યું હતું.

You might also like