એરફોર્સનું વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, પાઇલટનો બચાવ

હૈદરાબાદના હાકિમપેટથી હવાઇ ઉડાન કરનાર એરફોર્સનું કિરન એરક્રાઇટ દૂર્ઘટનાગ્રસ્ત બન્યું છે. વિમાનના પાઇલટનો બચાવ થયો છે. આ વિમાન ફલાઇટ કેડેટની સાથે પોતાના રૂટિન ટ્રેનિંગ મિશન પર હતું. આ દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ હાકિમપટ એરપોર્ટથી ઉડાન ભર્યા બાદ આ વિમાન મેડચલ પાસે દૂર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન પાઇલટ સાથે બે બીજા લોકો સવાર હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

You might also like