ઓરિસ્સામાં ભારતીય વાયુસેનાનું માનવરહિત વિમાન દુર્ઘટનાગ્રસ્ત

ભુવનેશ્વર : ભારતીય વાયુસેનાનું માનવરહિત વિમાન (યૂએવી) શુક્રવારે ઓરિસ્સાનાં બાલાસોર જિલ્લામાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ વિમાન બલિયાપાલ પ્રખંડનાં ચંદામુહી ગામનાં એક ખેતરમાં પડ્યું હતું. જો કે દુર્ઘટનામાં કોઇ પ્રકારનાં જાનમાલનું નુકસાન થયું નથી. ઘટના બાદ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)નું એક દળ ઘટનાસ્થળે પહોંચુ ચુક્યું છે.

ડીઆરડીઓનાં સુત્રો અનુસાર આશંકા છે કે ટેક્નીકલ ખામીના કારણે વિમાનનું સંતુલન બગડી ગયું હતું. આ જમીન પર આવી પડ્યું હતું. સ્થાનીક લોકોનું કહેવું છેકે ખેતીમાં કામ કરતા સમયે તેમને જોરથી અવાજ સાંભળવા મળ્યો હતો. ત્યાર બાદ તેમણે ખેતરમાં એક વિમાન પડી ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ડીઆરડીઓ દ્વારા ડ્રોનથી માંડીને વિમાન ક્ષેત્રમાં અલગ અલગ સંશોધન ચાલતા રહેતા હોય છે. જો કે આ વિમાન પડવાનાં કારણે કોઇ જાન હાની નહી થવાથી ડીઆરડીઓએ રાહત લીધી હતી.

You might also like