10 પાસ માટે Indian Airforce માં છે નોકરીની તક, જલ્દી કરો Apply

ઈંડીયન એરફોર્સ (આઇએએફ) માં કામ કરવા ઈચ્છતા લોકો માટે એક મોટી તક છે. ભારતીય વાયુસેનાએ 54 એલડીસી, એમટીએસ, મેસ સ્ટાફ, પેઇન્ટર અને વિવિધ પોસ્ટની ભરતી માટે સૂચના જાહેર કરી છે. આ તમામ હોદ્દામાં રસ ધરાવતા ઉમેદવારો એપ્રિલ 19, 2018 સુધીમાં ઑફલાઇન અરજી કરી શકે છે.

કુલ પોસ્ટ્સની સંખ્યા: 145 પોસ્ટ્સ

પોસ્ટ્સની વિગતો-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ / એમટીએસ: 90 પોસ્ટ
લોઅર ડિવિઝન ક્લર્ક / એલડીસી: 06 પોસ્ટ
કૂક: 08 પોસ્ટ્સ
મેસ સ્ટાફ: 5 પોસ્ટ્સ
હાઉસ કીપિંગ સ્ટાફ: 19 પોસ્ટ્સ

અરજી માટેની છેલ્લી તારીખઃ ઉમેદવારો આ પોસ્ટ્સને એપ્રિલ 19, 2018 સુધી ઑફલાઇન અરજી કરી શકે છે.

લાયકાત: મલ્ટી ટાસ્કિંગ સ્ટાફના પોસ્ટ માટે અરજી કરતા ઉમેદવારોને કોઈ પણ માન્ય સંસ્થામાંથી 10માંની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. તે જ સમયે, નીચલા ડિવીઝન ક્લાર્ન માટે, 12માંની પરીક્ષાના પરિણામ સાથે દર મિનિટે 30 થી 35 શબ્દોની ટાઇપિંગ સ્પીડ જરૂરી છે.

વય મર્યાદા: ફાયરમેન માટેની ઉંમરની મર્યાદા 18 થી 27 વર્ષ વચ્ચેની રાખવામાં આવી છે. અન્ય પોસ્ટ્સ માટે, ઉંમર મર્યાદા 18 થી 25 વર્ષ રાખવામાં આવી છે. વય મર્યાદામાં મુક્તિ ભારત સરકારના નિયમો મુજબ જ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા: આ પોસ્ટ્સ માટે અરજી કરનાર ઉમેદવારોની કૌશલ્યતા, પ્રેક્ટીકલ અને ફિઝીકલ પરિક્ષણના આધારે પસંદગી કરવામાં આવશે.

પગાર: દર મહિને 20,000 રૂપિયાથી વધુ

અરજી પત્રક: http://careerairforce.nic.in પરથી ઑફલાઇન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો. તે પછી તેને યોગ્ય રીતે ભરો અને 5 રૂપિયાના ટપાલ સ્ટેમ્પ સાથે તમામ દસ્તાવેજો મોકલી આપો. જાહેરાતમાં આપેલા સરનામાં પર મોકલવું.

You might also like