3000 મીટરની ઉંડે ડૂબી ગયું છે ઇન્ડીયન એરફોર્સનું AN-32!

ચેન્નઇ: શુક્રવારે ગુમ થયેલા ઇન્ડીયન એરફોર્સના (આઇએએફ)ના ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ એએન-32ને ગુમ થયાને 72 કલાક વિતી ગયા હોવાછતાં હજુ સુધી કશું જાણવા મળ્યું નથી. કંઇ સમજાતું નથી કે આખરે 29 લોકોને લઇને રવાના થયેલા આ એરક્રાફ્ટને જમીન ગળી ગઇ કે પછી આકાશ ખાઇ ગયું. હવે ઇસરો આ કામમાં આઇએએફને મદદ કરશે. ના ફક્ત ઇસરો જ પરંતુ સરકારી એજન્સીઓ એ પણ સર્ચ ઓપરેશનમાં મદદનો પ્રસ્તાવ આપ્યો છે.

એએન-32 શુક્રવારે ચેન્નઇથી ઉડ્યું હતું અને પછી બંગાળની ખાડીમાં ગાયબ થઇ ગયું છે. ઇસ્ટર્ન નેવલ કમાંડ ચીફ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમને આ વિસ્તારનો સેટેલાઇટ ફોટો આપવા માટે કહેવામાં આવ્યું છે. અંડમાન અને નિકોબાર ક્ષેત્રમાંથી પણ હવે શિપ્સ અને એરક્રાફ્ટને ચેન્નઇથી પોર્ટ બ્લેયરના માર્ગે સર્ચ ઓપરેશન માટે લગાવી દીધું છે.

એએન-32ના કે2743 નંબરવાળા એરક્રાફ્ટમાં રક્ષા ક્ષેત્રના અલગ-અલગ ક્ષેત્રોના 29 લોકો સવાર હતા. કેટલાક નાગરિક પણ તેમાં હાજર હતા. આ એરક્રાફ્ટને સવારે 11:30 વાગે પોર્ટ બ્લેયરમાં લેંડ કરવાનું હતું.

રક્ષા સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર જો એરક્રાફ્ટ સમુદ્રમાં ક્રેશ થયું છે અને એકદમ નીચે જતું રહ્યું છે તો તેને શોધવામાં થોડો સમય લાગી શકે છે. સમુદ્ર લગભગ 2000 થી 3000 મીટર ઉંડો છે અને સબમરીન પણ ફક્ત 200 મીટર સુધી ઉંડાઇએ જઇ શકે છે.

તમને જણાવી દઇએ કે જુલાઇ 2015માં ગુમ થયેલા કોસ્ટ ગાર્ડના એરક્રાફ્ટ ડોર્નિયર સીજી971ને સર્ચ કરવામાં 33 દિવસનો સમય લાગ્યો હતો. આ એરક્રાફ્ટનો કાટમાળ 920 મીટર ઉંડાઇએ જોવા મળ્યું હતું.

You might also like