ભારત માત્ર 30 મિનિટમાં પાકિસ્તાનનાં પરમાણુ મથકો તબાહ કરી દેત : રિપોર્ટ

નવી દિલ્હી : પાકિસ્તાનનાં પરમાણુ કાર્યક્રમોને હંમેશાથી શંકાની નજરે જોવામાં આવે છે. હાલમાં જ અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઇએનાં રિપોર્ટ અનુસાર પાકિસ્તાને 1984માં પરમાણુ બોમ્બ બનાવી લીધો હતો. જો કે સીઆઇએએ જે રિપોર્ટ બહાર પાડ્યા છે તે અનુસાર ભારતીય વાયુસેના પાકિસ્તાનનાં પરમાણું સ્થળોને 1984માં જ ઉડાવી દેવા માટે સમર્થ પણ હતી અને તૈયારી પણ કરી લીધી હતી.

સીઆઇએ રિપો્રટ અનુસાર 1984માં ભારત પાસે મિગ-29ના સ્વરૂપે મોટી તાકાત હતી. જેની સામે પાકિસ્તાન ટકી શકે તેમ નહોતું. પાકિસ્તાન પાસે રહેલા એફ-16 વિમાનોની તુલનામાં મિગ-29ની મારક ક્ષમતા અનેક ગણી વધારે હતી. ભારતીય વાયુસેના પળવારમાં પાકિસ્તાની વાયુસીમા પર અધિકારી કરીને પાકિસ્તાની પરમાણુ મથકોને કબ્જામાં લઇ શકવાસમર્થ હતી.

રિપોર્ટ અનુસાર વર્ષ 1984માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ એક ગુપ્ત અહેવાલ બનાવાયો. સીઆઇએનાં રિપોર્ટ અનુસાર જો પાકિસ્તાનનાં પરમાણુ પ્રતિષ્ઠાનો પર ભારત હૂમલો કરે કે પાકિસ્તાનને ટ્રેક પર પરત આવતા વર્ષો લાગી ગયા હોત. રિપોર્ટમાં કહેવાયું કે પાકિસ્તાની પરમાણુ મથકોની સુરક્ષા પણ અપર્યાપ્ત હતી.

ભારતીય વાયુસેના સામે પાકિસ્તાનનું ટકવું અશક્ય હતું. પાકિસ્તાનનાં કટુહા એનરિચમેન્ટ પ્લાન્ટ અને પિંસટેક ન્યૂ લેબોર્ટ્રે સુધી ભારત માત્ર 30 જ મિનિટમાં પહોચી શકતું હતું. રિપોર્ટ અનુસાર ભારતીય વાયુસેના પાસે પાકિસ્તાનની તુલનામાં ઘણા સારા સંસાધનો હતા. ઉપરાંત આઇએએફ પાસે શિક્ષિત અને સંપુર્ણ પ્રોફેશનલ સૈનિક ક્ષમતા વધારે હતી.

પાકિસ્તાન પાસે જે ક્ષમતા હતી તેના આધારે તે ભારત સામે ટકી શકે તેમ નહોતું. જો પાકિસ્તાનનાં પરમાણુ મથકો પર ભારત હૂમલો કરત તો મિગ-23 અને જગુઆર વિમાનોનો ઉપયોગ કરત. 1984માં નવેમ્બરથી લઇને ફેબ્રુઆરી વચ્ચે પાકિસ્તાનનાં ન્યુક્લિયર કોપ્લેક્સ પર હૂમલો કરે તેવી શક્યતા હતી. તેની પાછળ કારણ હતું કે વરસાદ હોવાનાં કારણે આ સ્થળોની ઓળખ કરવામાં સરળતા રહેત.

You might also like