ઈન્ડિયા બુલ્સ વેન્ચર્સના શેરમાં આવેલો ઉછાળો સેબીની શંકાના દાયરામાં

અમદાવાદ: ઈન્ડિયા બુલ્સ વેન્ચર્સ કંપનીના શેરમાં પાછલા છ મહિનામાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. છ મહિના અગાઉ આ કંપનીનાે શેર ૨૧ રૂપિયાની આસપાસ ટ્રેડિંગમાં હતો, જે હાલ વધીને રૂ. ૧૬૬ની આસપાસ જોવા મળી રહ્યો છે. આમ, માત્ર છ જ મહિનામાં આ શેરમાં ૬૫૦ ટકા કરતાં વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે, જેના પગલે સેબીની શંકાના દાયરામાં આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્ટોક એક્સચેન્જોએ કેટલાક રોકાણકાર પાસેથી વિસ્તૃત જાણકારી માગી છે. એટલું જ નહીં રોકાણકાર શેરમાં લે-વેચ સંબંધી બેન્ક સ્ટેટમેન્ટની વિગતો પણ મગાવવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like