ઈન્ડિયા બુલ્સ પર અાઈટીના દેશવ્યાપી દરોડા

અમદાવાદ: ઇન્ડિયા બુલ્સ ગ્રૂપની દેશભરની શાખાઓ ઉપર આજે વહેલી સવારથી જ ઇન્કમટેકસ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અાવકવેરા વિભાગના એક હજારથી વધુ કર્મચારીઓએ દેશના અલગ અલગ રાજ્યોમાં કંપનીની શાખાઓ પર દરોડા પાડી તપાસ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિયા બુલ્સ ગ્રૂૂપ ઇન્ફ્રાસ્ટ્રકચર, રિયાલિટી, ફાઇનાન્સ વગેરે બિઝનેસ સાથે જોડાયેલ છે. આઇટી વિભાગ દ્વારા ઇન્ડિયા બુલ્સ ઉપર આ સૌથી મોટી કાર્યવાહી છે. આ દરોડામાં દેશભરમાં એક સાથે કંપનીની ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા બાદ ઇન્ડિયા બુલ્સ ગ્રૂપની કંપનીઓના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આઇટી વિભાગ દ્વારા કરાયેલા દરોડા પ્રમોટર્સમાં થયેલા ભાગલા બાદ એસેટ ટ્રાન્સફર મામલે થઇ છે. હાલમાં આ દરોડાની કાર્યવાહી ચાલુ છે.

You might also like