ઝિમ્બાવે સામેની વન ડે સિરીઝ બાદ ભારતની નજર ટી-20 પર

હરારે : વન ડે સિરીઝમાં ક્લીન સ્વીપ બાદ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્રસિંહ ધોનીની નજર ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચોની ટી-20 પર છે. આજે ત્રણ ટી-20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. ભારતીય ટીમ ટી-20માં પણ વન ડે ની જેમ વ્હાઇટ વોશ આપવાના ઇરાદા સાથે ઉતરશે. કેદાર જાધવ અને મનીષ પાંડે જેવા ખેલાડીઓ આ અગાઉની 2015ની ટી-20 શ્રેણીમાં રહાણેના કપ્તાની હેઠળ રમી ચૂક્યા છે. 2015 ની ટી-20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી.

જોકે આ વખતે વર્લ્ડના સૌથી વધુ ટી-20માં કપ્તાનીના અનુભવ હેઠળ ટીમ ઇન્ડીયા ક્લીન સ્વીપ માટે સૌથી પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહી છે. ટીમ ઇન્ડીયાના 15 ખેલાડીઓમાં ફૈઝ ફઝલ સિવાયના દરેક ખેલાડીઓ આઇપીએલ ટૂર્નામેન્ટ રમે છે. ટી-20 શ્રેણીમાં સુકાની ધોની પોતાનો બેટિંગ ક્રમ બદલે તેવી શક્યતા છે. અહીં રહેતા ભારતીયોને વન ડેમાં ધોનીની બેટિંગ જોવા મળી નહોતી.

ભારતની ટી-20 ટીમમાં કેએલ રાહુલ, મનીષ પાંડે, અંબાતી રાયડુ, ધોનીનું રમવું નિશ્ચિત છે. મેચની ઓપનીંગ કરૂણ નાયર અને ફેઝલ કરે તેવી શક્યતા છે. ફઝલે પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં અડધી સદી ફટકારી હતી. હરારે સ્પોર્ટક કલબના મેદાન પર સીમ બોલરેનો મદદ મળશે.

You might also like