ભારતે દ.આફ્રિકા સામે શ્રેણી વિજય મેળવ્યો

નાગપુર : સ્પીનર અશ્વિનની ઘાતક બોલિંગના પરિણામ સ્વરૂપે આજે ભારતે નાગપુર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ પ્રવાસી દક્ષિણ આફ્રિકા પર ૧૨૪ રને જીત મેળવી લીધી હતી. બીજી ઇનિંગ્સમાં અશ્વિને ૬૬ રન આપીને સાત વિકેટ ઝડપી જોરદાર તરખાટ મચાવ્યો હતો. પ્રથમ ઇનિંગ્સમાં પણ અશ્વિન જ હીરો રહ્યો હતો. અશ્વિનની શાનદાર બોલિંગના કારણે ભારત આ શ્રેણી જીતી જવામાં સફળ રહ્યું છે.

મેન ઓફ દ મેચ તરીકે અશ્વિનની જ પસંદગી કરવામાં આવી હતી. નાગપુર ખાતે ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ગઇકાલે બીજા દિવસે કુલ ૨૦ વિકેટો પડી હતી. આજે ત્રીજા દિવસે પણ બોલરોનો દિવસ રહ્યો હતો. પ્રથમ દિવસે ૧૨ વિકેટ પડ્યા બાદ બીજા દિવસે ૨૦ વિકેટો પડી હતી. સૌથી પહેલા આફ્રિકન ટીમ આજે ૭૯ રન કરીને ઓલઆઉટ થઇ હતી.

ત્યારબાદ ભારતીય ટીમ પણ તેના બીજા દાવમાં નાટ્યાત્મકરીતે માત્ર ૧૭૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આફ્રિકા તરફથી ઇમરાન તાહિરે ૩૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે મોર્ને મોર્કેલે ત્રણ વિકેટ ઝડપી હતી. ભારતીય બેટ્સમેનો પણ ટકી શક્યા ન હતા અને જંગી જુમલો ખડકીને આફ્રિકાને ભીંસમાં લેવામાં ફ્લોપ રહ્યા હતા.

જીતવા માટેના ૩૧૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા આફ્રિકાની ટીમ આજે માત્ર ૧૮૫ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આફ્રિકા તરફથી બીજા દાવમાં અમલાએ સૌથી વધુ ૩૯ અને પ્લેસીસે ૩૯ રન કર્યા હતા. આ બેંને બેટ્સમેનો મેદાનમાં થોડાક સમય સુધી ટકી શક્યા હતા અને હારને ટાળવાના પ્રયાસ કર્યા હતા. કેપ્ટન અમલા ૧૬૭ બોલ રમીને માત્ર ૩૯ રન કરી શક્યો હતો.

પ્લેસીસે પણ ૧૫૨ બોલમાં ૩૯ રન કર્યા હતા. નાગપુર ટેસ્ટમાં ત્રીજો દિવસ અશ્વિનના નામ ઉપર રહ્યો હતો. અશ્વિને આજે જોરદાર તરખાટ મચાવ્યો હતો. અશ્વિને ૬૬ રન આપીને સાત વિકેટ ઝડપી હતી. અશ્વિનની ઘાતક બોલિંગ સામે આફ્રિકન બેટ્સમેનો શરણે થયા હતા અને જીતવા માટેના ૩૧૦ રન પણ કરી શક્યા ન હતા. આફ્રિકાની ટીમ માત્ર ૧૮૫ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
આ ટેસ્ટ મેચમાં અશ્વિને ૧૨ વિકેટ ઝડપી હતી.

પ્રથમ ઇનિંગ્સમાં તે પાંચ વિકેટ ઝડપી શક્યો હતો. જ્યારે બીજી ઇનિંગ્સમાં વધુ સાત વિકેટ ઝડપીને અશ્વિને તરખાટ મચાવ્યો હતો. ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારતે હવે ૨-૦ની લીડ મેળવી લીધી છે. દક્ષિણ આફ્રિકા કોઇપણ શ્રેણી ગુમાવ્યા વગર વિદેશમાં ૧૫ પ્રવાસ કર્યા બાદ તેની હાર થઇ છે. આ શ્રેણીમાં તેની હાલત ખુબ જ કફોડી રહી છે.

ભારતની સ્પીન ત્રિપુટી આ ટેસ્ટ મેચમાં છવાયેલી રહી હતી. અશ્વિને ખતરનાક બોલિંગ કરીને આ ટેસ્ટ મેચમાં બાર વિકેટ ઝડપી છે. આફ્રિકા નિયમિતગાળામાં એક પછી એક વિકેટો ગુમાવી હતી. અત્રે નોંધનીય છે કે, ગઇકાલે બીજા દિવસમાં બે વિકેટે ૩૨ રનથી આગળ રમતા દક્ષિણ આફ્રિકાએ સંઘર્ષપૂર્ણ બેટિંગ જારી રાખી હતી. ગઇકાલે વાન ઝીલ અને ઇમરાન તાહિર બે વિકેટ પડી ચુકી હતી અને આફ્રિકાને જીતવા માટે વધુ ૨૭૮ રનની જરૂર હતી અને તેની આઠ વિકેટ હાથમાં હતી.

અગાઉ નાગપુરના વિધર્ભ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે પણ બોલરો છવાયેલા રહ્યા હતા. પ્રથમ દિવસે જ ૧૨ વિકેટો પડી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો અને તમામ સ્ટાર ખેલાડીઓ સહિતના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા.

ભારત તરફથી શિખર ધવન, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, રહાણે અને રોહિત શર્મા જેવા બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા અને એક પછી એક નિયમિતગાળામાં વિકેટો ગુમાવી હતી. આફ્રિકા તરફથી ડેલ સ્ટેનની જગ્યાએ ટીમમાં આવેલા મોર્કેલે ૩૫ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઈમરાન તાહિરે એક વિકેટ ઝડપી હતી. હાર્મરે ૭૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.

પ્રથમ ટેસ્ટમાં ભારતે મોહાલીમાં ત્રણ દિવસમાં જ મેચ જીતી હતી. જો કે, નાગપુરમાં વરસાદ વિલન બનતા મેચ આગળ વધી શકી નહતી. ચાર દિવસ વરસાદના કારણે ધોવાઈ ગયા હતા જેથી આ ટેસ્ટ મેચને ડ્રો જાહેર કરાઈ હતી. ત્રીજી મેચમાં ભારતે ત્રીજા દિવસે જ જીત મેળવી લીધી છે.

You might also like