પાકિસ્તાનને પછાડી ભારતનો 5 વિકેટે ભવ્ય વિજય

ઢાકા: એશિયા કપની ચોથી મેચમાં ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થયો હતો. ટીમ ઇન્ડીઆએ આ મેચમાં પાકિસ્તાનને સતત ઝટકા આપ્યા હતા. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનની ટીમને 83 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી પાકિસ્તાનને આપેલા 84 રનનો લક્ષ્યાંકનો પીછો કરતાં ટીમ ઈંડિયાએ 15.3 ઓવરમાં 5 વિકેટના નુકસાને 85 રન ફટકાર્યા હતા.

ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 49 રન ફટકાર્યા હતા. આ સાથે બોલરોના તરખાટ બાદ વિરાટ કોહલીની આક્રમક બેટિંગને કારણે એશિયા કપ ટી 20માં ટીમ ઈંડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાને પહેલી ઓવરમાં જ રોહિત શર્મા અને અજિંક્ય રહાણેને મોહમ્મદ આમિરે એલબી આઉટ કરી પેવેલિયન ભેગા કર્યા હતા, સુરેશ રૈના પણ 1 રન અને વિરાટ કોહલી 49 રને આઉટ થયો હતો.

એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમની બીજી અને સૌથી હાઈ વોલ્ટેજ મેચમાં ટીમ ઈંડિયાએ ટોસ જીત્યો હતો. અને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.પાકિસ્તાને પ્રથમ બેટિગ કરતા 17.3 ઓવરમાં 83 રનમાં આખી ટીમ ઑલ આઉટ થઇ ગઇ હતી. ભારતીય બોલરો તરફથી નેહરા, બુમરાહ, અને યુવરાજે 1-1 અને જાડેજા 2 અને પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી.

ભારત: રોહિત શર્મા, અજિંક્ય રહાણે, વિરાટ કોહલી, સુરેશ રૈના, યુવરાજ સિંહ, મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, આશિષ નેહરા, જસપ્રિત બુમરાહ

પાકિસ્તાન: સરજીલ ખાન, મોહમ્મદ હાફિઝ, ખુર્રમ મન્ઝુર, ઉમર અકમલ, શોએબ મલિક, શાહિદ આફ્રિદી, સરફરાઝ અહેમદ, અનવર અલી, મોહમ્મદ આમિર, મોહમ્મદ ઇરફાન, વહાબ રિયાઝ

You might also like