ગોલ ટેસ્ટ ભારતે શ્રીલંકાને 304 રનથી મહાપરાજય આપ્યો

ગોલ : ભારતે 3 ટેસ્ટ મેચોની સીરીઝની પહેલી ટેસ્ટમાં શ્રીલંકાને 304 રનથી પરાજય આપ્યો છે. ભારતે આ મેચોને ચોથા દિવસે જ પોતાનાં નામે કરી લીધો હતો. આ જીતની સાથે જ ભારતે મેજબાન ટીમ પર 1-0થી આગળ વધી ગયું છે. શ્રીલંકાની ટીમ બીજા દાવમાં 245 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી.

ઇજાનાં કારણે તેનાં બે બેટ્સમેન બેટિંગ કરવા માટે નહોતા ઉતર્યા અને ભારતને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું. શ્રીલંકા બીજી દાવમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા 3-3 વિકેટ પોતાનાં નામે કરી હતી. ત્યારે 1-1 વિકેટ ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીનાં નામે રહી હતી. શ્રીલંકાની તરફથી ઓપનિંગ બેટ્સમેન કરૂણારત્ને (97) અને નિરોશાન ડિકવેલા (67) ઉપરાંત કોઇ પણ બેટ્સમેને પોતાની છોડી નહોતી.

You might also like