ડ્રેગનને ઘેરવા સરકારની એક્ટ ઈસ્ટ નીતિ, શું કરશે PM મોદી

ભારત અને ચીન વચ્ચે સ્થિતી દિવસે દિવસે બગડી રહી છે, ચીન સરહદ પર યુધ્ધ અભ્યાસ કરી ચુક્યું છે. ચીનની સબમરીન હિન્દ મહાસાગરમાં આવી પહોંચી છે. અમરનાથ યાત્રાને અટકાવવાથી લઈ સરહદ પર સૈનિકો સાથે હાથાપાઈ કરવા સુધીની અવળચંડાઈ ચીન કરી ચુક્યું છે. ત્યારે આ બધા વચ્ચે ભારતે ડ્રેગનને ઘેરવા માટે નવી નીતિ અપનાવી છે. `એક્ટ ઈસ્ટ નીતિ’. ત્યારે જાણીએ કે શું ભારતની નવી રણનીતિ આ રિપોર્ટમાં…

આવતા વર્ષે ગણતંત્ર દિવસ પરેડ અને સમારોહ માટે 10 આસિયાન દેશોના પ્રમુખોને ભારત તરફથી આમંત્રિત કરવામા આવશે. દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોના સંગઠનના સદસ્યો- બ્રુનેઈ, ઈન્ડોનેશિયા, કંબોડિયા, મલેશિયા, લાઓ પીડીઆર, મ્યાંમાર, ફિલીપીંસ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયતનામ સાથે સંપર્ક કરાઈ રહ્યો છે. 2018ના ગણતંત્ર દિવસ પર પહેલીવાર એકથી વધુ દેશના રાષ્ટ્ર કે શાસન પ્રમુખને મુખ્ય અતિથિ તરીક સમારોહમાં બોલાવવામા આવશે. 2014માં સત્તામાં આવ્યા બાદ સરકારે લુક ઈસ્ટ નીતિને એક્ટ ઈસ્ટ નીતિમાં બદલી દીધી છે. NDA સરકાર તરફથી ભારતની નીતિ વધુ ગતિશિલ કરવાનું દબાણ હતું અને ના માત્ર આસિયાન પરંતુ પુરા એશિયા-પ્રશાંતને લઈને હોવી જોઈએ.

સરકારનું કહેવું હતું કે જાપાન પર જોર બનાવતા આસિયાન દેશોને એક્ટ ઈસ્ટ નીતિની કરોડરજ્જૂ બનાવી શકાય છે. ગણતંત્ર દિવસ પર આસિયાન દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને બોલાવવા NDA સરકારની વિચારધારાને વધુ મજબુત કરશે. વિદેશ મંત્રાલય અનુસાર આ વર્ષે ભારત અને આસિયાનના ડાયલૉગ પાર્ટનરશિપના 25 વર્ષ પૂર્ણ થાય છે. 15 વર્ષ આસિયાન દેશોના સમિટ લેવલના, પાંચ વર્ષ સ્ટ્રેટજિક રિલેશનશિપના પૂરા થઈ રહ્યા છે. આ મોકા પર ભારતમાં અને આસિયાન દેશોમાં સ્થિત ઉચ્ચાયોગમાં કાર્યક્રમ આયોજિત કરાશે. આ કાર્યક્રમોની થીમ `શેયર્ડ વૈલ્યુઝ, શેયર્ડ ગોલ’ હશે.

આસિયાન દેશોમાં વિયતનામ, બ્રુનેઈ, મલેશિયા અને ફિલીપીન્સ સાથે ચીનનો સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ દક્ષિણ ચીન સાગર સંબંધીત છે જ્યાં ચીન પોતાનો પ્રભાવ સતત વધારી રહ્યું છે. બીજી તરફ ભારત પણ દક્ષિણ ચીન સાગરમાં પોતાની અસર વધારવાની કોશિશમાં છે. જો કે, આસિયાનના કેટલાક દેશ તેવા પણ છે જેના ચીન સાથે સારા આર્થિક અને કારોબારી સંબંધ છે. હાલમાં જ ભારત આસિયાન દિલ્લી ડાયલૉગમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કહ્યું, ભારત અને આસિયાન એક ભૌગોલિક ક્ષેત્રને શૅર કરે છે જ્યાં તેમણે એક સમાન પડકારોનો સામનો કરવો પડે છે. વિદેશ મંત્રીએ આસિયાન દેશોને સ્વાભાવિક ભાગીદાર ગણાવતા માન્યું કે ભારત તેમની સાથે ભૌતિક અને ડિજિટલ સંપર્ક વધારવા માટે દરેક પ્રયાસ કરી રહ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે આસિયાન દેશો સાથે સમુદ્રી સુરક્ષા વધારવાને લઈને ભારત દ્રઢ છે, જેથી આપણે સમુદ્રી અર્થવ્યવસ્થાનો ભરપૂર ફાયદો ઉઠાવી શકીએ.

ડ્રેગનને ઘેરવા સરકારની એક્ટ ઈસ્ટ નીતિ
ગણતંત્ર દિવસ માટે બનાવી યોજના
ગણતંત્ર દિવસ પર 10 દેશના પ્રમુખ બનશે મુખ્ય અતિથિ
ચીનને કુટનૈતિક જવાબ આપશે સરકાર
યુદ્ધ કરીને નહીં પરંતું કુટનીતિથી ચીનને ઘેરશે ભારત
આસિયાન સાથે 25 વર્ષના સંબંધો થઈ રહ્યા છે પૂર્ણ
ભારત-આસિયાન રણનૈતિક ભાગીદારીના પાંચ વર્ષ પૂર્ણ
આસિયાન સાથે સમુદ્રી સુરક્ષા વધારે ભારત

You might also like