2030 સુધી દેશમાં બનશે 7 મેગા સિટી, દિલ્હી હશે વિશ્વનું સૌથી મોટું શહેર

નવી દિલ્હી: વર્ષ 2030 સુધી ભારત સાત મેગા સિટીવાળો દેશ હશે, જેમાં દરેક સિટીમાં 96 લાખ વસ્તી હશે. આ સાત મેગા સિટીમાં વસ્તીના મામલે દિલ્હી બીજા ક્રમ પર હશે. અહીં તમને જણાવી દઇએ કે હાલ દેશમાં માત્ર પાંચ મેગા સિટી છે, જેની વસ્તી એક કરોડથી વધુ છે. આ ખુલાસો વર્લ્ડ સિટીઝ રિપોર્ટ-2016માં થયો છે, જેને સંયુક્ત રાષ્ટ્રના ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ અફેયરે જાહેર કરી છે.

રિપોર્ટમાં શહેરોની વહિવટી સીમાઓ પર વિશ્વાસ કરવામાં આવ્યો નથી. તેના બદલે વિકસિત થતા શહેરી ક્ષેત્રની અવધારણાનો ઉપયોગ કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવી છે.

દિલ્હીને અડીને આવેલા ગાજિયાબાદ, નોઇડા, ફરીદાબાદ અને ગુડગાંવના ઉપગ્રહ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હીના મુકાબલે અહીંયા વસ્તીનું ધનત્વ ઓછું છે.

દુનિયાની વાત કરીએ તો મોટાભાગના 31 સિટીમાં અંદાજે 5 કરોડ લોકો વસવાટ કરે છે. આ દુનિયાની કુલ વસ્તીનો 6.8 ટકા છે. તેને આ પ્રકારે કહી શકીએ છીએ કે 12 ટકા વસ્તી આ સિટીમાં વસવાટ કરે છે.

સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ કહે છે કે વર્ષ 2030 સુધીમાં મેગા સિટીની સંખ્યા વધીને 41 થઇ જશે અને તેની વસ્તી હશે 7.3 કરોડ, જે આખી દુનિયાનો વસ્તીનો 8.7 ટકા હશે.

બીજી તરફ ભારતીય સિટીમાં 2016 સુધી મુંબઇ, કોલકત્તા, બેગલુરૂ અને ચેન્નઇ સામેલ છે. આગામી 14 વર્ષો બાદ એટલે કે વર્ષ 2030 સુધી હૈદ્વાબાદ અને અમદાવાદનો પણ સમાવેશ થઇ જશે.

સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ દર્શાવે છે કે શહેરી ક્ષેત્રના લોકો જ આ સિટીમાં રહે છે. દુનિયાની લગભગ 21 ટકા વસ્તી આ સિટીમાં રહે છે, જેની વસ્તી 50 હજારથી વધુ એક કરોડની વચ્ચે છે. તેમછતાં 26.8 ટકા સાથે મોટી વસ્તી સિટીમાં વસવાટ કરે છે, જેની વસ્તી 50 હજારથી ઓછી છે.

યૂએનના રિપોર્ટ અનુસાર, વર્ષ 2030 સુધી દુનિયાની 60 ટકા વસ્તી સિટી, નાના મોટા શહેરોમાં વસે છે. હાલ 54 ટકા વસ્તી આ શહેરોમાં વસવાટ કરે છે.

રિપોર્ટમાં એલર્ટ કરવામાં આવ્યું છે કે આ સિટી અપર્યાપ્ત પાયાગત માળખા સામે ઝઝૂમશે અને તેની અસર દર વર્ષે મોનસૂન દરમિયાન પડશે. આ શહેરોને ટ્રાફિક સંબંધી સમસ્યાનો સામનો પણ દરેક પરિસ્થિતિમાં કરવો પડશે.

એશિયા અને આફ્રિકાના મોટાભાગના વિકાસશીલ શહેરોમાં વસ્તી વધી રહી છે. અનુમાન અનુસાર 2030 સુધી 41 માંથી 33 સિટી ત્રીજી દુનિયામાં સામેલ થશે.

You might also like