ભારત દુનિયાની સૌથી ઝડપી ગ્રોથ કરતી ઇકોનોમી બનશે

મુંબઇ: ચીનને પાછળ રાખી ભારત દુનિયાની સૌથી ઝડપી ગ્રોથ કરતી ઇકોનોમી બનશે. નાણાકીય વર્ષે ર૦૧૮-૧૯માં ભારતનો આર્થિક વિકાસ દર ૭.૩ ટકા જ્યારે નાણાકીય વર્ષે ર૦૧૯-ર૦નો આર્થિક વિકાસ દર ૭.૬ ટકા રહેશે એમ એશિયન ડેવલપમેન્ટ બેંકે જણાવ્યું છે.

સરકાર દ્વારા દેશમાં સાર્વજનિક ખર્ચામાં વધારો કરવામાં આવ્યો છે. તથા ખાનગી રોકાણમાં જોવા મળી રહેલી વૃદ્ધિને કારણે ભારતનો આર્થિક વિકાસ દર વધવાની સંભાવના બેન્ક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બેન્કના જણાવ્યા પ્રમાણે વર્ષ ર૦૧૮માં ચીનનો આર્થિક વિકાસ દર ૬.૬ ટકા જ્યારે ર૦૧૯નો ૬.૪ ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે વર્ષ ર૦૧૭માં ચીનનો ગ્રોથ રેટ ૬.૯ ટકા હતો. એક બાજુ ચીનમાંથી વિદેશી રોકાણ સતત ઘટી રહ્યું છે તથા અમેરિકા અને ચીન વચ્ચે જોવા મળી રહેલી ટ્રેડ વોરની સ્થિતિના પગલે ચીનને આર્થિક ઉપર સીધી અસર જોવા મળે છે અને તેને કારણે ચીનનો દબદબો એશિયાઇ દેશોમાં ઘટ્યો છે.

You might also like