હવે સર્જીકલ સ્ટ્રાઇકનો મૂંહતોડ જવાબ અપાશે : પાક. સંરક્ષણ પ્રધાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં સંરછ7ણ મંત્રી ખ્વાજા આસિફે પોતાનાં દેશ પર લક્ષિત હૂમલાની સ્થિતીમાં ગંભીર પરિણામોની ચેતવણી ઉચ્ચારી હતી. મંત્રીએ દાવો કર્યો કે ભારત પાકિસ્તાન સાથે વાતચીત પ્રક્રિયા ચાલુ નથી રાખવા માંગતુ અને તણાવ વધે તેવું ઇછ્છે છે. જિયો ટીવી અનુસાર સીનેટ સત્ર દરમિયાન પોતાનાં જોરદાર ભાષણમાં આસિફે કહ્યું કે, જો ભારત લક્ષિત હૂમલા કરવા ઇચ્છે ચે તો એવો જવાબ અપાશે કે તેમણે વિચાર્યું પણ નહી હોય.

આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનનાં સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું હતું કે તેમના દળો ભારત દ્વારા કરાતા કોઇ પણ હૂમલાનો મુંહતોડ જવાબ આપવા માટે તૈયાર છે. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે જનરલ બાજવાને અદ્ભુત ગણાવતા કહ્યું હતું, પાકિસ્તાનાં સશસ્ત્ર દળો ભારત તરપતી કોઇ પણ હૂમલાનો જવાબ આપવા માટે સંપુર્ણ તૈયાર છે.

ગફૂરે તે પણ ટ્વિટ કર્યું કે જનરલ બાજવાએ કથિત લક્ષિત હૂમલા અને તેની સંભવિત પુનરાવૃતિ અંગે ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવનાં નિરર્થક દાવાનો ફગાવી દીધો છે. ભારતનું કહેવું છે કે તેના દળો દ્વારા ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાન કબ્જાના કાશ્મીરમાં લક્ષિત હૂમલા કર્યા હતા. જેમાં આતંકવાદીઓ અને તેની ટ્રેનિંગ શિબિરોને નષ્ટ કરી દેવામાં આવી હતી.

You might also like