ભારતમાં પણ ડેટા સંરક્ષણને લગતો મજબૂત કાયદો બનાવાશેે

નવી દિલ્હી: વિદેશની જેમ હવે ભારતમાં પણ આગામી થોડા જ સમયમાં ફેસબુકના ગ્રાહકો માટે ડેટા સંરક્ષણને લગતો નવો કાયદો અમલમાં આ‍વી જશે. આ માટેની તૈયારી હાલ આખરી તબકકામાં ચાલી રહી છે. સરકાર આ વર્ષના અંત સુધીમાં તેનો અમલ શરૂ થઈ જાય તેવા પ્રયાસો કરી રહી છે.

આ નવા કાનૂન માટે રચાયેલી ન્યાયાધીશ બી એન શ્રીકૃષ્ણા સમિતિનો અહેવાલ બે મહિનામાં તૈયાર થઈ જાય તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે સમિતિ તરફથી મળતા અહેવાલના આધારે ભારતમાં પહેલીવાર અંગતતા અંગેની વ્યાખ્યા નકકી કરવામાં આ‍વશે.જેમાં ફેસબુકનો ઉપયોગ કરનારા લોકોની માહિતીને લગતી ગુપ્તતા જ‍ળવાઈ રહે તે માટે તેમજ આવી માહિતીનો દુરપયોગ નહિ થાય તેવી ખાતરી આપવામાં આવશે.

આ પ્રકારે આવનારા દિવસોમાં ફેસબુક અને કૈમ્બ્રિજ એનાલિટિકાએ જે રીતે ગ્રાહકોના ડેટાનો ખોટો ઉપયોગ કર્યો છે તેવી ચોરી ભારતમાં થઈ નહિ શકે. ત્યારે ભારત સરકાર સામે પડકાર છે કે તે આ કાનૂનને એવી રીતે બનાવે કે જેના કારણે ઉદ્યોગ જગત અને આમ જનતા એમ બંનેને સમર્થન મળી રહે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દાયકામાં ગ્રાહકોને લગતી માહિતીની સુરક્ષા માટે કાયદો બનાવવાની અનેક વાર કોશિશ કરવામાં આ‍વી હતી, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. છ વર્ષ પહેલા આ માટે એપી શાહ કમિટી રચવામા આવી હતી. તે અંગે કહેવામાં આવ્યું હતું કે સમિતિની ભલામણોના આધારે એક વિસ્તૃત કાયદો બનાવવામા આ‍વશે.

પરંતુ આવું કઈ જ ન થયું અને તેનો અહેવાલ પણ અટવાઈ ગયો હતો. પરંતુ હવે સરકારે આ બાબતે સમિતિને આ અંગે આગળ કાર્યવાહી હાથ ધરવા જણાવ્યુ ચે. અને સમિતિએ પણ બે માસમાં અહેવાલ આપી દેવાની ખાતરી આપી છે તેથી આગામી થોડા સમયમાં જ આ નવો કાનૂન બની જશે તેવી સંભાવના છે.

You might also like