ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની મેચમાં બન્યા રેકોર્ડ

ફલોરિડા : અમેરિકાના ફલોરિડામાં ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ઇન્ટરનેશનલ ટી-20 રમાઇ હતી. આ મેચમાં ઘણા બધા નવા રેકોર્ડ બન્યા હતા.

1. આ ટી-20માં 40 ઓવરમાં 489 રન બન્યા. આ કોઇપણ ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં સૌથી વધુ રન બનાવાનો રેકોર્ડ છે. આ અગાઉ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે હતો. જે 11 જાન્યુઆરી 2015ના રોજ રમાયેલ મેચમાં હતો . આ મેચમાં કુલ 467 રન બન્યા હતા અને 13 વિકેટ પડી હતી.

2. ભારતીય ખેલાડી કેએલ રાહુલે પોતાની શાનદાર ઇનિંગ્સ દાખવતાં ભારતને જીતની નજીક પહોંચાડી દીધુ હતું. રાહુલે 46 બોલમાં સદી ફટકારી હતી. આ સદી ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટની સૌથી બીજી ઝડપી સદી બની હતી. આ અગાઉ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ 45 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.

3. વેસ્ટ ઇન્ડિઝે પોતાની ઇનિંગ્સમાં ટોટલ 21 સિક્સર મારી હતી. આ અગાઉ એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિકસર મારવાનો રેકર્ડ નેધરલેન્ડના નામે હતો. નેધરલેન્ડે 19 સિક્સર ફટકારી હતી.

4. ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઇનિંગ્સનો સૌથી વધુ સ્કોર છ વિકેટના નુકસાન પર 260 રન હતો. તેની સામે વેસ્ટ ઇન્ડિઝે 245 રન બનાવ્યા જે ટી-20 ઇન્ટરનેશનલ મેચનો ત્રીજો સર્વાધીક સ્કોર બન્યો.

5. વેસ્ટ ઇન્ડિઝના બેટસમેન ઇવન લુઇસે ભારતી બોલર સ્ટુઅર્ટ બિન્નીની એક ઓવરમાં પાંચ સિકસર મારી હતી. આ અગાઉ ભારતીય સ્ટાર યુવરાજસિંઘે વર્લ્ડ ટી-20માં ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિકસર ફટકારી હતી. આમ, લુઇસે યુવરાજસિંઘ બાદ એક ઓવરમાં સૌથી વધુ સિકસર મારવાનો રેકર્ડ બનાવ્યો.

6. એક ઓવરમાં સૌથી વધુ રન બનાવાના મામલે તે બીજા નંબરે સયુંક્ત રહ્યો હતો. લુઇસે બિન્નીની ઓવરમાં 32 રન ફટકાર્યા હતા. જે અગાઉ ઇંગ્લેન્ડના બટલરે બે વખતે અલગ-અલગ દેશ સામે એક જ ઓવરમાં 32 રન માર્યા હતા. જ્યારે એક ઓવરમાં સૌથી વધુ રન મારવાનો રેકર્ડ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંઘના નામે છે. જેણે છ સિકસર ફટકારી સૌથી વધુ 36 રન માર્યા હતા.

You might also like