ભારતના વોન્ટેડ ડોન દાઉદ ઉપર બ્રિટને પ્રતિબંધ મૂક્યો

લંડન : બ્રિટનનો નંબર ૧ દુશ્મન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં હોવાની બાબતે તે  હંમેશા ઈનકાર કરતું આવ્યું છે. પરંતુ બ્રિટને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક કૌભાંડોમાં સામેલ લોકો અને ગ્રૂપની એક નવી યાદી બહાર પાડી છે, જેમાં દાઉદ ઈબ્રાહિમનું નામ પણ સામેલ છે. આ યાદીમાં દાઉદના ચાર સરનામા પણ અપાયા છે, જે પાકિસ્તાનના છે. બ્રિટનના ટ્રેઝરી વિભાગે ગઈ ૨૭મી જાન્યુઆરીએ આર્થિક ગેરરીતિઓ કરનારા લોકો અને સંસ્થાઓની એક યાદી બહાર પાડી છે.

તેનો હેતુ તે વ્યક્તિ, સંસ્થા અને દેશમાં તેના સ્થાનો પર  કોઈ પણ પ્રકારે નાણાં પહોંચે નહીં તેમ કરવામાં આવે છે. આ યાદીમાં ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમનું નામ પણ સામેલ છે. તેમાં તેના પાકિસ્તાનના ચાર સ્થળો ઉપરાંત તેના ભારતીય અને પાકિસ્તાની પાસપોર્ટના નંબરો પણ આપવામાં આવ્યા છે.

બ્રિટન દ્વારા જાહેર કરાયેલી આ યાદીમાં લીબરેશન ટાઈગર્સ ઓફ તમિળ ઈલમ (એલટીટીઈ), બબ્બર ખાલસા, ઈન્ટરનેશનલ સિખ યુથ ફેડરેશન, ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ અને હિઝબુલ મુજાહિદીનના પણ નામ છે.  નિયમો મુજબ જે લોકો અને સંસ્થાના નામ આ યાદીમાં હોય છે તેની સંપતિ તે દેશમાં જપ્ત કરી લેવામાં આવે છે. આ ઉપરાંત તે વ્યક્તિ અથવા સંસ્થા પર બ્રિટનમાં અથવા બ્રિટનથી નાણાંકીય લેવડદેવડ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

રેકોર્ડ મુજબ દાઉદ ઈબ્રાહિમ કાસ્કર ઘર નંબર ૩૭, ૩૦મી લેન, રક્ષા હાઉસિંગ ઓથોરિટી, કરાચી, પાકિસ્તાન, ઘર નંબર ૨૯, મરગલા રોડ, એફ ૬ઃ૨, લેન નં.૨૨, કરાચી, પાકિસ્તાન, નૂરબાદ કરાચી, પાકિસ્તાન અને વ્હાઈટ હાઉસ, સાઉદી મસ્જિદ પાસે, ક્લીફ્ટન, કરાચી પાકિસ્તાનમાં રહે છે.

મુંબઈમાં જન્મેલા ગેંગસ્ટરની રાષ્ટ્રીયતામાં ભારતીય લખવામાં આવ્યું છે અને ભારત સરકારે તેનો જે પાસપોર્ટ રદ કરી દીધો હતો તેનો ઉલ્લેખ છે. આ ઉપરાંત તેણે મેળવેલા ઘણાં ભારતીય અને પાકિસ્તાની પાસપોર્ટનો ઉલ્લેખ છે જેનો તેણે દુરુપયોગ કર્યો છે. યાદીમાં લખવામાં આવ્યું છે કે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ધરપકડ વોરંટ જારી કર્યું છે.

You might also like