INDvsZIM: બીજી વન-ડેમાં 8 વિકેટે ભારતનો વિજય, ટીમ ઇન્ડીયાએ સીરીઝ પર કર્યો કબજો

હરારે: બોલરોના સારા પ્રદર્શનના લીધે ભારતે બીજી વન-ડેમાં ઝિમ્બામ્વેને 8 વિકેટે હરાવી દીધું છે. 126 રનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતે 26.5 ઓવરમાં 2 વિકેટના નુકસાને જીત પ્રાપ્ત કરી લીધી હતી. આ જીત સાથે જ ભારતે ત્રણ મેચોની સીરીઝ પર અજેય બઢત પ્રાપ્ત કરી લીધી છે.

આ પહેલાં ટીમ ઇન્ડીયા અને ઝિમ્બાવ્બેની વચ્ચે રમાઇ રહેલી બીજી વન-ડેમાં ભારતે પહેલાં બોલીંગ કરતાં મેજબાન ટીમને બેકફૂટ પર ધકેલી દીધી છે. ઝિમ્બાવ્બેની ટીમ 34.3 ઓવરમાં 126 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી યુજવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ ખેરવીને સૌથી સફળ બોલર રહ્યો હતો.

બરિંદર અને કુલકર્ણીએ બે-બે વિકેટ ઝડપી હતી, તો ગત મેચમાં ચાર વિકેટ ઝડપનાર બુમરાહને ફક્ત એક વિકેટ પ્રાપ્ત થઇ હતી. ઝિમ્બાવ્બે તરફથી વુસી સિબાંડાએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. ચામુ ચિભાભાએ 21, સિકંદર રજા 16 સિવાય કોઇ બેટ્સમેન બે અંક સુધી પહોંચી શક્યો નહતો.

ઝિમ્બાબ્વેની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. આ મુકાબલા માતે ક્રેગ ઇરવિનની જગ્યાએ સીન વિલિયમ્ને ટીમમાં સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યું છે. આ પહેલાં ભારતે શનિવારે પહેલી મેચમાં જિમ્બાબ્વેને નવ વિકેટે હરાવ્યું હતું. 2005માં છેલ્લી વખતે ઝિમ્બાબ્વેના પ્રવાસે આવેલી ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમય બાદ અહીં રમી રહ્યાં છે.

બંને દેશો વચ્ચે અગાઉ થયેલા મુકાબલામાં પણ ભારતનું પલ્લું ભારે રહ્યું છે. ભારતે પ્રથમ વનડેમાં ઝિમ્બાબ્વેની ટીમને ક્રિકેટની દરેક ટેકનિકમાં પછડાટ આપી હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ સામે ઝિમ્બાબ્વે માત્ર ૧૬૮ રન બનાવી શકયું હતું. જેના જવાબમાં લોકેશ રાહુુલે ઐતિહાસિક સદી ફટકારીને ભારતને નવ વિકેટે શાનદાર જીત અપાવી હતી.

આ અગાઉ પણ ર૦૧૩ અને ર૦૧પમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન ભારતે પ-૦ અને ૩-૦થી વનડે સિરીઝમાં કલીન સ્વિપ કર્યું હતું. આ વખતે પણ ધોની બ્રિગેડનો ધ્યેય ત્રણેય મેચ જીતીને ઝિમ્બાબ્વેનો સંપૂર્ણપણે વ્હાઇટ વોશ કરવાનો છે. ભારત જો આજે બીજી વન ડે જીતી જશે તો ઝિમ્બાબ્વેમાં સિરીઝ જીતવાની હેટ્રિક નોંધાવશે.

આમ પણ પ્રથમ મેચમાં ભારતીય બોલર્સ અને બેટસમેનોનો દેખાવ શાનદાર રહ્યો છે. ધોનીની યુવા બ્રિગેડ તરખાટ મચાવી રહી છે .બુમરાહે ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે રાહુલ અને રાયડુએ અડધી સદી ફટકારીને મેચ ભારત તરફ ખેંચી લાવ્યા હતા. બોલિંગમાં ભારતના પાંચેય બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું. સામે પક્ષે ઝિમ્બાબ્વે ટીમનો અત્યાર સુધીનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. ટીમ પાસે કેટલાક સારા ખેલાડીઓ હોવા છતાં ટીમ મોટે ભાગે એલ્ટન ચીગુમ્બુરા પર જ આધારિત રહે છે.

આમ ભારતીય ટીમ બીજી વનડેમાં પણ જીત માટે હોટ ફેવરિટ મનાઇ રહી છે. ઓગસ્ટમાં ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટઇન્ડીઝ જઇ રહેલ લોકેશ રાહુલ ટેસ્ટ સિરીઝ પહેલાં મોટી ઇનિંગ્સ ખેલીને પોતાનું મનોબળ વધારવા માગે છે. દ‌િક્ષણ આફ્રિકા વિરુદ્ધ ગઇ સાલ ડોમેસ્ટિક સિરીઝ પછી ટીમની બહાર રહેલ રાયડુનું મનોબળ પણ આ ઇનિંગ્સથી બચશે. આ મેચનું સીધું પ્રસારણ દૂરદર્શન તથા ટેન-૧ પર આજે બપોરે ૧ર-૩૦ કલાકથી કરાશે.

You might also like