ભારતે 10 વિકેટે જીત મેળવી ભારતે રચ્યો ઇતિહાસ : શ્રેણી સરભર

હરારેઃ હરારેમાં સોમવારે રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવીને શ્રેણી 1-1થી સરભર કરી દીધી હતી. ઝિમ્બાવ્બેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરનાં અંતે 9 વિકેટનાં નુકસાને માત્ર 99 રન જ બનાવ્યા હતા. જેનાં પગલે ભારતને જીતવા માટે 100 રનનો સરળ ટાર્ગેટ મળ્યો હતો. આ લક્ષ્યને ભારતે વિકેટ ગુમાવ્યા વગર જ પ્રાપ્ત કર્યો હતો. ઓપનર જોડી લોકેશ રાહુલે 47 રન જ્યારે મનદીપ સિંહે 52 રન ફઠકાર્યા હતા. જેનાં પગલે ભારતે 13.1 ઓવરમાં જ નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. આ સાથે જ ભારતે પહેલીવાર કોઇ ટી20 મેચ 10 વિકેટે જીતી છે.

ભારત અને ઝિબાબ્વે વચ્ચે આજે હરારેમાં બીજી ટી20 મેચ રમાઇ હતી. સીરીઝની બીજી મેચમાં ઝિમ્બાવ્બેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ભારતીય ફાસ્ટ બોલરોએ આજે શાનદાર પ્રદર્શન કરતા ઝિબાબ્વેને 20 ઓવરનાં અંતે 9 વિકેટનાં નુકસાને 99 રન જ બનાવી શક્યું હતું. સૌથી મહત્વની બાબત રહી કે મેચ દરમિયાન ચાર વિકેટ બરિંદર સરને લીધી જ્યારે ત્રણ વિકેટ બુમરાહે લીધી હતી. ઝિમ્બાવ્બેની પ્રથમ વિકેટ ચિભાભા (10) પડી હતી જે ત્રીજી ઓવરમાં બરિંદર સરનનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ પાંચમી ઓવર મહત્વની રહી જેમાં બરિંદરે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
આ ઓવરમાં મસાકદ્જા 10 પહેલા બોલ્ડ થયો, જ્યારે પાંચમાં તથા છઠ્ઠા બોલમાં સિકંદર રજા 1રન અને મુતુમબોદ્જી કોઇ પણ રન બનાવ્યા વગર આઉટ થયા હતા. ત્યાર બાદ મેલ્કમ વોલર 14 રન પર ચહલનો શિકાર બન્યો હતો. જ્યારે 15 મી ઓવરમાં પીટર મૂર 31 રન બનાવીને બુમરાહનો શિકાર બન્યો હતો. સાતમી વિકેટ પણ બુમરાહે 17મી ઓવરમાં ચિગંબુરાની લીધી હતી. તે જ ઓવરનાં ચોથા બોલમાં નેવિલ મદિજદાને 1 રન પર બોલ્ડ કર્યો હતો. નવમી વિકેટ ક્રેમરનાં રૂપે પડી હતી. જે અંતિમ ઓવરનાં બીજા બોલમાં ધવલ કુલકર્ણીનો શિકાર બન્યો હતો.

ત્રણ મેચોની ટી-20 શ્રેણીમાં એક મેચ હાર્યા બાદ આજે બીજી મેચ જીતવાનાં લક્ષ્યાંક સાથે ભારત રમવા માટે ઉતર્યું હતું. આ મેચમાં ઝીમ્બાવ્બે ટોસ જીત્યું હતું અને તેણે પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. જેનાં પગલે ટોસ હારીને ભારત બોલિંગ કરવા માટે ઉતર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રેણી જીવંત રાખવા માટે આ મેચ જીતવી ભારત માટે ઘણી જ આવશ્યક છે. જો આ મેચ ભારત હારે તો તે શ્રેણી ગુમાવી દેશે.

ભારતીય ટીમના યુવા ખેલાડીઓને ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રણ મેચની શ્રેણીમાં બની રહેવા માટે આજની મેચમાં પોતાની રમતમાં સુધારો કરવો પડશે. એવું પહેલી વાર બન્યું છે, જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન યુવા ભારતીય ટીમની રમતની પરીક્ષા થઈ છે, પરંતુ આશાઓની વિરુદ્ધ ટીમ ઇન્ડિયાએ હારનો પણ સામનો કરવો પડ્યો. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પહેલી ટી-૨૦ મેચમાં અંતિમ ઓવરમાં ટીમને જીત અપાવી શક્યો નહોતો. આમ છતાં એ બેટ્સમેનો પણ દોષી હતા, જેઓ સારી શરૂઆત કર્યા બાદ અણીના સમયે આઉટ થઈ ગયા. હવે આજે બપોરે ૪.૩૦ વાગ્યે શરૂ થનારી બીજી ટી-૨૦ મેચમાં ભારતની નજર વાપસી પર રહેશે.

ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઈચ્છે છે કે તેની ટીમના યુવા ખેલાડીઓ ઝિમ્બાબ્વે સામે અહીં પહેલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં થયેલા અણધાર્યા પરાજયમાં પોતે કરેલી ભૂલોમાંથી શીખે. ભારતના યુવા બેટ્સમેનોએ મહત્ત્વની ઘડીએ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી જેમાં પ્રવાસી ટીમનો બે રનથી શનિવારે પરાજય થયો હતો. ધોની આશા રાખા છે કે ટીમના નવોદિત ખેલાડીઓ અહીં આજે રમાનાર બીજી મેચમાં ભૂલોનું પુનરાવર્તન ના કરે.

ધોનીએ કહ્યું, “મારું માનવું છે અને મેચ હારી જવા છતાં, યુવા ખેલાડીઓએ તેમાંથી પાઠ શીખવાનો રહે છે. આ યુવા ખેલાડીઓએ માનસિક દબાણ હેઠળ રમતા શીખવું પડશે.”
ધોનીએ પોતાની ભૂલ સ્વીકારવાની સાથે તેના બેટ્સમેનોને વધુ જવાબદારી સ્વીકારવાની સૂચના આપી હતી. તેણે વધુમાં કહ્યું હતું કે ”આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઈપીએલ કરતા ઘણું જુદું છે, જેમાં ભૂલ માટે બહુ ઓછો અવકાશ રહે છે.”

અંતમાં ધોનીએ જણાવ્યું, “આઈપીએલમાં પરિણામનું કોઈ માનસિક દબાણ રહેતું નથી અને કુલ ૧૪ મેચમાંથી તમે જો પાંચ-છ સારી ઇનિંગ્સ રમો તો ટીમને જીતાડી શકો છો.” ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચની શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો સંપૂર્ણ રકાસ કર્યા પછી આ પરાજયમાં ભારતને મોટો આંચકો લાગ્યો હતો.

You might also like