વિન્ડીઝ સામેની 3 T-૨૦માં ઇન્ડીયાનાં ૪૮૭ રન, અડધાથી પણ વધુ ૨૫૯ રન રોહિત-શિખરનાં

વિન્ડીઝ સામેની ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી ભારતે ૩-૦થી વિજય મેળવ્યો. શ્રેણીમાં ભારતે બે વાર, જ્યારે વિન્ડીઝે એક વાર ૧૮૦થી વધુનો સ્કોર નોંધાવ્યો. બંને ટીમે કુલ મળીને ૯૦૧ રન બનાવ્યાં, જેમાંથી ટીમ ઇન્ડિયાને ૪૮૭ અને વિન્ડીઝે ૪૧૪ રન બનાવ્યાં. ટીમ ઇન્ડિયાનાં અડધાથી વધુ એટલે કે ૨૫૯ રન ઓપનર રોહિત-શિખરે બનાવ્યાં. વિન્ડીઝનાં ઓપનિંગ બેટ્સમેન શેઈ હોપ અને શિમરોન હેટમાયર કુલ ૮૭ રન જ બનાવી શક્યા એટલે કે ટીમના કુલ રનના ૨૧ ટકા.

રોહિતે ૬૦, શિખરે ૪૬ની સરેરાશથી રન બનાવ્યાઃ ટી-૨૦ શ્રેણીમાં એકમાત્ર સદી રોહિત શર્માએ ફટકારી. તેણે લખનૌમાં રમાયેલી બીજી ટી-૨૦માં અણનમ ૧૧૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. રોહિતે ૬૦.૫૦ની સરેરાશથી કુલ ૧૨૧ રન બનાવ્યા. શિખરનો આ શ્રેણીમાં સર્વોચ્ચ સ્કોર ૯૨ રન રહ્યો. તેણે ૪૬ની સરેરાશથી કુલ ૧૩૮ રન બનાવ્યા. ભારતીય બેટ્સમેનોએ શ્રેણીમાં કુલ ૧૪ છગ્ગા ફટકાર્યા, જેમાંથી અડધા છગ્ગા રોહિત શર્માના બેટમાંથી નીકળ્યા.

રોહિતે બનાવેલા ૧૨૧ રનમાં ૮૨ રન બાઉન્ડ્રીથી બનાવ્યા. તેણે ૧૦ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા. શિખરે ત્રણ મેચમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
ટોપ ફાઇવ સ્કોરરની યાદીમાં ચાર ભારતીયઃ શ્રેણીમાં ટોપ ફાઇવ સ્કોરરમાં ચાર ભારતીય ખેલાડી સામેલ છે. વિન્ડીઝ તરફથી શ્રેણીમાં સૌથી વધુ ૭૧ રન ડેરેન બ્રાવોએ બનાવ્યા. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૪૩ રનનો રહ્યો.

ઋષભ પંત ૬૪ રન બનાવીને ચોથા ક્રમે અને લોકેશ રાહુલ ૫૯ રન બનાવીને પાંચમા સ્થાને રહ્યો. વિન્ડીઝ તરફથી સૌથી વધુ ચાર છગ્ગા નિકોલસ પૂરને ફટકાર્યા. તેણે બે મેચમાં બનાવેલા ૫૭ રનમાં પાંચ ચોગ્ગા પણ ફટકાર્યા. શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે તે બીજા, જ્યારે ત્રણ છગ્ગા ફટકારનારો ઋષભ પંત ત્રીજા નંબર પર રહ્યો. સાત છગ્ગા સાથે રોહિત પ્રથમ સ્થાને રહ્યો.

વિકેટો ઝડપવાના કુલદીપ નંબર વનઃ ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીમાં બંને ટીમ તરફથી કુલ ૩૧ કુલ વિકેટ પડી, જેમાં ભારતના ૧૧, જ્યારે મહેમાન ટીમના ૨૦ ખેલાડી પેવેલિયનમાં પાછા ફર્યા. શ્રેણીમાં સૌથી વધુ પાંચ વિકેટ ભારતના કુલદીપ યાદવે ઝડપી. આના માટે તેણે ૪૫ રન ખર્ચ્યા. શ્રેણીમાં ભારત તરફથી આઠ બોલર્સ (ચાર સ્પિનર, ચાર ફાસ્ટ બોલર) રમ્યાં. તેમણે વિન્ડીઝનાં ૧૮ ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો.

આમાંથી સ્પિનર્સ અને ફાસ્ટ બોલર્સે નવ-નવ વિકેટ ઝડપી. શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનારાની યાદીમાં ટોચના પાંચ ખેલાડીઓમાં ભારતના ચાર છે. કુલદીપ ઉપરાંત જસપ્રીત બૂમરાહે બે મેચમાં અને ખલિલે ત્રણ મેચમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. વિન્ડીઝના ઓશાને થોમસે ત્રણ મેચમાં ત્રણ વિકેટ, જ્યારે યુઝવેન્દ્ર ચહલે એક મેચમાં બે વિકેટ ઝડપી.

Dhruv Brahmbhatt

Recent Posts

જિઓ બની દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલિકોમ કંપની

મૂકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિઓએ તેના લોન્ચિંગના અઢી વર્ષમાં જ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુઝર્સ બેઝના આધારે…

9 hours ago

વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ દેવતાઓની મૂર્તિ ક્યાં રાખવી?

ઘરમાં અને મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાની પરંપરા જૂના સમયથી ચાલતી આવી છે. મોટાભાગના લોકો ગણેશજી, લક્ષ્મીજી, બાળ ગોપાલની મૂર્તિઓ…

10 hours ago

દિવસે ભઠ્ઠીમાં ફેરવાતી બીટ ચોકીમાં પોલીસ કર્મચારી પગ મૂકતાંય ડરે છે

શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. ત્યારે આવા માથાના દુઃખાવા સમાન ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ…

11 hours ago

મ્યુનિ. કોર્પોરેશનના નાઇટ શેલ્ટરમાં કોઈ ફરકતું જ નથી

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ઘરવિહોણા લોકોને ધોમધખતા તાપ કે કડકડતી ઠંડી કે ભારે વરસાદ જેવા કુદરતી વિષમ સંજોગોમાં આશરો આપવા…

11 hours ago

ગુજકેટઃ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઇને ચકાસણી

લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવાની ફરજ…

11 hours ago

શહેરના હેરિટેજ સમાન ટાઉનહોલને નવ કરોડના ખર્ચે રિનોવેટ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાઉનહોલને હવે વધુ સુવિધાસજ્જ અને અદ્યતન બનાવવાની તજવીજ હાથ ધરાઇ છે. બહુ ટૂંકા સમયમાં શહેરની મધ્યમાં…

11 hours ago