વેસ્ટ ઇન્ડિંઝ સામેની અંતિમ ટી-20માં બૂમરાહ, ઉમેશ, કુલદીપને આરામ

ચેન્નઈઃ ભારત અને વિન્ડીઝ વચ્ચે આજે સાંજે ૭.૦૦ વાગ્યે ટી-૨૦ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ અહીંના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ટીમ મેનેજમેન્ટે આ મેચ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ, ઉમેશ યાદવ અને સ્પિનર કુલદીપ યાદવને આરામ આપવાનો નિર્ણય કર્યો છે.

ત્રીજી ટી-૨૦ મેચ માટે સિદ્ધાર્થ કૌલને ટીમમાં સામલે કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા શ્રેણીની પ્રથમ બંને મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી ચૂકી છે. આથી પસંદગીકારો કેટલાક યુવા ખેલાડીઓને તક આપવા માંગે છે.

બીસીસીઆઈએ ગઈ કાલે ત્રીજી મેચ માટે ટીમની જાહેરાત કરતા જણાવ્યું કે અંતિમ મેચ માટે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારા ત્રણ બોલરોને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બૂમરાહને વિન્ડીઝ સામેની વન ડે શ્રેણીની શરૂઆતની બંને મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ છેલ્લી ત્રણ વન ડેમાં તે રમ્યો હતો.

ત્રણ ટી-૨૦ મેચની આ શ્રેણીની પ્રથમ મેચ કોલકાતામાં રમાઈ હતી, જ્યાં ભારતનો પાંચ વિકેટે વિજય થયો હતો. ત્યારબાદ બીજી મેચ લખનૌમાં રમાઈ. એ મેચમાં ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્માની શાનદાર સદીની મદદથી ૭૧ રને જીતી લઈને શ્રેણીમાં ૨-૦ની અજેય સરસાઈ પ્રાપ્ત કરી લીધી હતી.

સિદ્ધાર્થ કૌલ આ પહેલાં આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસમાં ટી-૨૦ શ્રેણીમાં ભારતીય ટીમનો સભ્ય હતો, ત્યાં તેને બે મેચમાં રમવાની તક મળી હતી. સિદ્ધાર્થે અત્યાર સુધી રમેલી બે ટી-૨૦ મેચમાં કુલ ત્રણ વિકેટ ઝડપી છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago